લોકડાઉન દરમિયાન સિગરેટ-બીડીની એક દુકાન શું ખુલી, લોકો તૂટી પડ્યા

જે વ્યક્તિ દરરોજ એક પેકેટ સિગરેટ ફૂંકી જતો હોય, વિચારો તેને દોઢ મહિના સુધી કંઇ ન મળે તો શું થાય. લોકડડાઉને દેશના લાખો લોકોને આ પરેશાનીનો સામનો કરાવી દીધો. ઘણા લોકોએ તો તલબ પર કંટ્રોલ કરી લીધો.

લોકડાઉન દરમિયાન સિગરેટ-બીડીની એક દુકાન શું ખુલી, લોકો તૂટી પડ્યા

સુરેંદ્રનગર: જે વ્યક્તિ દરરોજ એક પેકેટ સિગરેટ ફૂંકી જતો હોય, વિચારો તેને દોઢ મહિના સુધી કંઇ ન મળે તો શું થાય. લોકડડાઉને દેશના લાખો લોકોને આ પરેશાનીનો સામનો કરાવી દીધો. ઘણા લોકોએ તો તલબ પર કંટ્રોલ કરી લીધો. કેટલાકે બ્લેકમાં સિગરેટ-દારૂ, ગુટકાનો જુગાડ કરી દીધો. કેટલાક તો રાહ જોઇ રહ્યા છે સરકાર ક્યારે દુકાન ખોલવાનો આદેશ આપે. કેન્દ્ર સરકારે 4 મે પછી સિગરેટ-દારૂની દુકાન ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતના એક ગામમાં સિગરેટની દુકાન ખોલવામાં આવી તો હજારો લોકોની ભીડ દુકાન પર તૂટી પડી. 

સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં આવેલા એક ગામની વાત છે. આ બીડી-સિગરેટની દુકાન ઘણા દિવસો પછી ખુલી તો તેના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. દુકાન ખુલતાં જ લોકો શટર સુધી ચઢીને સામાન ખરીદવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હજારોની ભીડ હતી અને કોઇએ માસ્ક પણ પહેર્યું ન હતું. સોશિયલ ડિસ્ટેસિંગની વાત તો છોડો. લોકો ધક્કામુકી કરવા લાગ્યા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી. દુકાનમાંથી બીડી-તમાકૂ સિગરેટ બધુ જ જપ્ત કરી લીધું છે. 

શું છે કેન્દ્ર સરકારનો આદેશ
કેન્દ્ર સરકારે ઓર્ડરમાં ઓર્ડરમાં કહ્યું છે કે દારૂ અને પાન, ગુટખા, તમાકૂ વગેરેની દુકાનો પર એકસાથે 5થી વધુ એકઠા ન થઇ શકે. લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ નક્કી કરવામાં આવે. લોકડાઉન દરમિયાન સાર્વજનિક સ્થળો પર દારૂ પીવા, પાન, ગુટખા, તમાકૂ વગેરે ખાવાની પરવાનગી નથી. જોકે ન્યૂનતમ છ ફૂટનું અંતર (બે ગજની દૂર) ગ્રાહકો વચ્ચે સુનિશ્વિત કર્યા બાદ દારૂ, પાન, તમાકૂનું વેચાણ કરવાની પરવાનગી રહેશે તથા દુકાન પર એક સમયે પાંચથી વધુ લોકો જમા નહી થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news