કેરલ : માકપા નેતા પર જીવલેણ હુમલા બાદ આરએસએસ કાર્યકર્તાની હત્યા
રાજકીય જંગને પગલે ભાજપ અને સીપીઆઇ (એમ) બંને પાર્ટી દ્વારા માહે અને કન્નૂર જિલ્લામાં થયેલી હત્યાના વિરોધમાં હડતાળનું એલાન કર્યું છે. જોકે આ ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Trending Photos
કન્નૂર : કેરલમાં સતત થઇ રહેલ રાજકીય હિંસા વચ્ચે એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના ન્યૂ માહેની હોવાનું સામે આવ્યું છે. આરએસએસ કાર્યકર્તાની હત્યા બાદ પોલીસ બંદોબસ્ત સઘન કરી દેવાયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરએસએસ કાર્યકર્તા શેમાજ ઓટો ચલાવતો હતો. ગત રાતે ઓટોમાંથી એને બહાર ખેંચીની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. સારવાર માટે લઇ જવાયો હતો જોકે ત્યાં સુધી એનું મોત થઇ ચૂક્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પડોશી પલ્લૂર વિસ્તારમાં સીપીઆઇ (એમ) નેતા પર થયેલા જીવલેણ હુમલાનો બદલો લેવા માટે કથિત રીતે આરએસએસ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. માકપાના સ્થાનિક નેતા બાબૂ પર ગત રાતે જીવલેણ હુમલો કારાયાના કેટલાક કલાક બાદ શેમાજ પર હુમલો કરાયો હતો. પોલીસનું કહેવું છે કે, આ બંને હત્યાઓ રાજકીય કારણોસર કરવામાં આવી છે. આ બંને મામલે પોલીસ તપાસ હાથ ધરી છે અને સત્વરે આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
આ હત્યાઓના વિરોધમાં ભાજપ અને સીપીઆઇ (એમ) બંનેએ માહે અને કન્નૂર જિલ્લામાં બંધનું એલાન આપ્યું છે. આ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે.
(ઇનપુટ : ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે