યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો

ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. 

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો

પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પુનમનો મહામેળાનું આયોજન થવાનું છે. ત્યારે અંબાજી આવતાં હજાર જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી આવનાર છે. ને આ પદયાત્રીઓ માટે વહીવટીતંત્ર સાથે સુમેળભર્યુ વાતાવરણ બનેલું રહેને સાથે યાત્રીકોને પુરતી સગવડ મળી રહે તે માટે ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. 

જેમા ખાસ કરીને મેળા દરમ્યાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની સાથે ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. અને અમદાવાદ કાંકરીયામાં જે રાઈડ્સ કાંડ થયો હતો તેવી ઘટના ન બને તેમાટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો ને તેમાં આવખતે મેળા દરમ્યાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમજ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માંગ કરાઈ છે.

આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

આ બેઠક માં મોટી સંખ્યામાં પગપાળાં સંઘો નાં મુખ્યપ્રતીનીધીઓ ઉપસ્થીત રહી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીકોને પોલીસ મિત્ર બની સહકાર આપવાં અનુરોધ કર્યો હતો. આ વખતે પણ 30 લાખ જેટલા શ્રધ્ધાળુઓ આવવાની શક્યતને લઈ પોલીસનો ચુસ્ત બેદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV : 

મેળામાં ઝુમીંગ સીસીટીવી પણ મેલા ઉપર નજર રાખશે અને અંબાજી આવેલો યાત્રી સુખરુપ રીતે પરત પોતાના વતન પરતફરે તેવી વ્યવસ્થા કરવા માં અને પાર્કીંગ થી અંબાજી મંદિર સુધી યાત્રીકો ને લાવવા મફત વ્યવસ્થા કરાશે અને અંબાજી આવતાતમામ લાખ્ખો યાત્રીકો ને જમવાની પણ નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવનાર છે. એટલુ જ નહી હમણા વરસાદી સિઝન હોવાથી રસ્તામાં ડુંગરો ધસી પડવાનો ભય હોવાતી સાવચેતી રાખના તેમજ પાણીમાં જાનવરોનો ડર રહેલો હોવાથી વહેતા પાણી ન્હાવા ન ઉતરી પડવા સુચનો કરવામાં આવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news