Gujarat Rain: 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને લઈને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપતા મેઘરાજા હવે ધીમેધીમે અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે. ત્યારે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી વલસાડ શહેર માત્ર 4 કલાકમાં પાણી પાણી થઈ ગયું છે. વલસાડમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
એવી રીતે જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડીરાત્રે ભારે વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રો અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. ઉકળાટ બાદ ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ વલસાડના એમજી રોડ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને લઈને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ તાલુકામાં પડેલા 6 ઇંચ વરસાદને લઈને શહેરના શાકભાજી માર્કેટ, MG રોડ, નાની ખત્રીવાડ, હાલર રોડ, તિથલ રોડ, છીપવાડ રેલવે ગરનાળા, મોગરાવાડી ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને છીપવાડ અંદર પાસમાં પાણી ભરવાને કારણે ટેમ્પો સહિત ચાલક અને કિલનર ફસાયા છે.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડના છીપવાડ અંડર પાસમાં પાણી ભરાવાને કારણે ટેમ્પો અંદર ફસાયો હતો. ટેમ્પાના અંદર ચાલક અને કિલનર પણ ફસાયા હતા.
વલસાડ શહેરમાં પડેલા મોડી રાત્રે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ શહેરના મધ્યમાં આવેલ એમજી રોડ ખાતે ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા છે. શહેરના એન જી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા, તો એમ.જી રોડ ઉપર આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. મોડી રાત્રે પડેલા વરસાદે પાલિકાને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી કાઢી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા છતાં પણ કોઈ પણ નિકાલ ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે