Rajkot: જેતપુરમાં સાયકલ ચોર ગેંગ ઝડપાઈ, પોલીસે 26 સાયકલ કરી કબજે

જેતપુર પોલીસે આ સાયકલ ચોરને પકડી પાડ્યા છે અને 26 જેટલી સાયકલો કબજે કરી છે. આ ચોર સાયકલની ચોરી કરવા માટે ખાસ ટેકનીક વાપરતો હતો. 

Rajkot: જેતપુરમાં સાયકલ ચોર ગેંગ ઝડપાઈ, પોલીસે 26 સાયકલ કરી કબજે

નરેશ ભાલીયા, જેતપુરઃ આજે વાત કરવી છે એવા ચોરની જેબાળકોની સ્પોર્ટ સાયકલ ચોરી કરતા હતા અને તેને વેચીને કમાણી કરતા હતા. જેતપુર પોલીસે આ સાયકલ ચોરને પકડી પાડ્યા છે અને 26 જેટલી સાયકલો કબજે કરી છે. આ ચોર સાયકલની ચોરી કરવા માટે ખાસ ટેકનીક વાપરતો હતો. 

જેતપુર પોલીસમાં થોડા સમય પહેલા એક સાયકલની ચોરીની ફરિયાદ નોંધાય અને જેતપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં CCTV ના આધારે ચોરોનું પગેરું મેળવવા અને CCTV કેમેરાના ફુટેજો ચેક કરતાં ‘હરભોલે ઢોસા’ નામની રેસ્ટોરેન્ટના CCTV ફુટેજમાં આવી સાઇકલ ચોરીને લઇ જતો એક ઇસમ ધ્યાને આવ્યો હતો. આ અંગે અંગત બાતમીદારો મારફતે તથા અન્ય સોર્સ દ્વારા તપાસ કરતા કરાવતા, 3 વ્યક્તિ જેતપુરના ધોરાજી રોડ ઉપરની તત્કાલ હનુમાન ચોકડી પાસે છે અને જેતપુર પોલીસે તેવોને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા અંતે તેવો સાયકલની ચોરી કબુલી હતી. જેમાં પોલીસે આગવી ઢબ વાપરતા તેવોએ ચોરીની સાયકલ ધોરાજી તેના ઘરે રાખી હોવાની કબૂલાત આપી હતી. ચોર પાસેથી પોલીસે 26 સાયકલ કબજે કરી છે. 

કોણ છે સાયકલ ચોર
જેતપુર પોલીસે પકડી પાડેલ 3 સાયકલ ચોર  ધોરાજી વિસ્તારના જ છે. જેમાં વિપુલ ઉર્ફે બકરી મંગાભાઇ ઠાકોર, બીજો સુનિલ ઉર્ફે સુન્યો ગોપાલભાઈ સોલંકી અને ત્રીજો મુકેશ ઉર્ફે ધૂલો કાળાભાઈ રાંણવાને પકડી પડેલ છે. આ ત્રણે વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી સાયકલની ચોરી કરતા હતા, જેમાં ધોરાજી અને જેતપુર વિસ્તારમાં સહિત અલગ અલગ જગ્યાથી જ ચોરી કરતા હતા અને હજુ તો તેવો એ 26 સાયકલની કબૂલાત કરી છે. અગાઉ પણ તેવો સાયકલ ચોરી કરી ચુક્યા છે અને આ વખતે જેતપુર પોલીસના હાથે પકડાય ચુક્યા છે.

આ હતી મોડસ ઓપરેન્ડી
આ ત્રણે શખ્સોમાં વિપુલ ઉર્ફે બકરી જે સાયકલ ચોર છે સાથે પકડાયેલ સુનિલ ઉર્ફે સુનિયો રીઢો ચોર છે. જે ધોરાજી વિસ્તારમાં મોટર સાયકલની ચોરીમાં આવી ચુક્યો છે, અને અન્ય 2 તેના સાથીદારો સાથે સાયકલ ચોરી કરતો હતો. આ 3ની સાયકલ ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. તેવોનું નિશાન હંમેશા બાળકોની સ્પોર્ટ્સ સાયકલ જ રહેતી હતી. જેમાં તેવો પ્રથમ તો જ્યાં ટ્યુશન ક્લાસ, સ્કૂલ, અથવા ઘર પાસે પાર્ક કરેલ હોય ત્યાં રેકી કરતા અને કોઈ સ્પોર્ટ સાયકલ દેખાય તો તેની ચોરી કરતા હતા. સાયકલમાં કોઈ ચેસીસ નંબર નહિ કોઈ નંબર પ્લેટ નહિ હોય જલ્દી પકડાઈ જવાનો કોઈ ભય રહેતો નહીં. 

આરોપીઓ ચોરી કરેલી સાયકલ બીજા સ્થળે વેંચીને કમાણી કરતા હતા. આ પૈસાથી પોતાની મોજશોખ પૂરો કરતા હતા. હાલ તો પોલીસે ત્રણેય આરોપીને જેલ ભેગા કર્યાં છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news