રાજકોટ પોલીસે ચીલઝડપ કરતા બંટી બબલીને ઝડપ્યા
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સમીર બ્લોચ રૂપિયાની જરૂરિયાત પડે ચીલઝડપ અને મારામારીના ગુનાને અંજામ આપતો હતો.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ કેટલાક લોકો જીવનમાં શોર્ટકટનો રસ્તો અપનાવી રૂપિયા મેળવવાની આદત ધરાવતા હોય છે પરંતુ આખરે અંતમાં એ જ રસ્તો ભારે પણ પડી શકે છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર બિગ બજાર પાછળ આવેલ જાગનાથ મંદિર નજીક રૂપિયા મેળવવાની લાલચે બંટી બબલીએ મહિલાના પર્સની ચીલઝડપ કરી હતી અને આખરે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી આરોપી બંટી બબલીને પકડી પાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચીલઝડપ ના ગુનાનો ભેદ ઉકેલી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ તેમજ મોટર સાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પોલીસની ગિરફતમાં રહેલ આ બંટી બબલીનું નામ છે સમીર બ્લોચ અને રીંકલ સાતા. જેમના પર આરોપ છે મહિલાના પર્સને ઝૂંટવી ચીલઝડપ કરવાનો. સમગ્ર બનાવ પર નજર કરીએ તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાછળ આવેલ જાગનાથ મંદિર નજીક એક મહિલા ચાલીને જતી હતી એ દરમિયાન બંને આરોપી નંબર પ્લેટ વગરના મોટર સાઇકલ પર સવાર થઇ મહિલાના પર્સને ઝૂંટવી ગુનાને અંજામ આપ્યો હતો. મહિલાના પર્સમાં રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોન હતો જે બાબતે ફરિયાદ આપતા તાલુકા પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ કરી CCTV ફૂટેજ મેળવી તપાસ કરી આરોપી બંટી બબલીની ઓળખ કરી ગણતરી કલાકોમાં બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર
શુ છે આરોપીની મોડેસ ઓપરેન્ડી અને શુ છે ગુનાહિત ઇતિહાસ.?
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સમીર બ્લોચ રૂપિયાની જરૂરિયાત પડે ચીલઝડપ અને મારામારીના ગુનાને અંજામ આપતો હતો. આરોપી સમીર બ્લોચ અગાઉ વર્ષ 2019માં બે વખત અમદાવાદ અને વડોદરા જેલ ખાતે પાસા હેઠળ સજા કાપી ચૂકેલ છે અને હાલમાં જ થોડા સમય પહેલા સજા કાપી પરત રાજકોટ આવેલ છે. આ દરમિયાન આરોપી સમીર બ્લોચનો સંપર્ક રીંકલ સાતા સાથે થયો હતો બંને વચ્ચે મિત્રતા થયા બાદ છેલ્લા ૧૦ દિવસથી બન્ને સાથે રહેતા હતા અને મોજ શોખ માટે રૂપિયાની જરૂરિયાત થતા ચીલઝડપ ના ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી સમીર બ્લોચ અત્યાર સુધી મારામારી, ચીલઝડપ સહિત 29 ગુનાને અંજામ આપી ચુક્યો છે.
હાલ તો રાજકોટ તાલુકા પોલીસે બંટી બબલીની ધરપકડ કરી ચીલઝડપ ના ગુનાનો ભેદ ઉકેલી ચીલઝડપ માં ગયેલ આઈફોન મોબાઈલ, 2500 રોકડ રકમ તેમજ મોટર સાયકલ મળી કુલ 37500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે