રાજુલા રેલવે જમીન વિવાદ: કેજરીવાલે અંબરીશ ડેરને ફોન કરી વિગત માંગી, શંકરસિંહે પણ લીધો રસ

રાજુલાના શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસના કામ માટે ઉપયોગ કરવાનો મુદ્દો ધીરે ધીરે હાઇપ્રોફાઇલ થઇ રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટેની તમામ સ્તરે રજુઆત કરી હતી. જો કે નિંભર તંત્રના કાને અવાજ નહી પહોંચતા હવે તેમણે બરબર ટાણા પોલીસ સ્ટેશનમાં ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે. તેવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે રસ દર્શાવ્યો છે. 

Updated By: Jun 15, 2021, 08:00 PM IST
રાજુલા રેલવે જમીન વિવાદ: કેજરીવાલે અંબરીશ ડેરને ફોન કરી વિગત માંગી, શંકરસિંહે પણ લીધો રસ

અમરેલી: રાજુલાના શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસના કામ માટે ઉપયોગ કરવાનો મુદ્દો ધીરે ધીરે હાઇપ્રોફાઇલ થઇ રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટેની તમામ સ્તરે રજુઆત કરી હતી. જો કે નિંભર તંત્રના કાને અવાજ નહી પહોંચતા હવે તેમણે બરબર ટાણા પોલીસ સ્ટેશનમાં ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે. તેવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે રસ દર્શાવ્યો છે. 

આ અંગે અંબરીશ ડેરે ટ્વીટ કરીને જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન આ મુદ્દે ફોન કરીને માહિતી જાણી અને ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દે રેલવેમંત્રી પીયુષ ગોયલને ટેગ કરીને ટ્વીટ કર્યું અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. 

શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, રાજુલાના યુવા ધારાસભ્ય હંમેશા પોતાના વિસ્તારના લોકોના હકની વાત કરતા અંબરીશ ડેર છેલ્લા લાંબા સમયથી રેલવેની જમીનને કારણે ઉપવાસ કરી રહ્યા છે. પીયુષ ગોયલે હસ્તક્ષેપ કરીને આ વિવાદનો અંત આણવો જોઇએ. આ વિસ્તારની યોગ્ય માંગણી પ્રત્યે ધ્યાન આપવું જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube