સુરત કારખાનામાં કામ કરતી મહિલા પર દુષ્કર્મ, સુપરવાઇઝરે કહ્યું નોકરી કરવી હોય તો આ કરવું જ પડશે
Trending Photos
સુરત : સચીન જીઆઇડીસીના કારખાનામાં કામ કરતી મહિલા પર સુપરવાઇઝર દ્વારા રેપ કરતા સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરી સુપર વાઇઝરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચીન જીઆઇડીસી વિસ્તારમાં લોકડાઉન પહેલા મહિલા લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરતી હતી.
દરમિયાન કારખાનાના સુપરવાઇઝરે મહિલા સાથે જબરજસ્તી કરી શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હતી. મહિલાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. 35 વર્ષીય પરિણીતા જો કોઇને જણાવશે તો ન માત્ર નોકરી માથી કાઢી મુકશે પરંતુ તેની હત્યા પણ કરી દઇશ તેવી ધમકી આપી હતી. પોલીસે જયવીરસિંગ નામના સુપરવાઇઝરની ધરપકડ કરી છે.
લોકડાઉન અગાઉ જયવીરસીંગે મહિલા સાથે બેવાર શરીર સંબંધ બાંધી લીધો હતો. આ મહિલાને કહ્યું કે, આ વાત કોઇને કરીશ નહી તો તને તારા પતિ તેમજ છોકરાની મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ધમકી હેઠળ સુપરવાઇઝર વારંવાર મહિલા પર દુષ્કર્મ આચર્યા કરતો હતો. જો કે આખરે મહિલા ગુમસુમ રહેતા તેના પતિએ પુછતા મહિલા સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે પતિએ પોલીસમાં જઇને આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે