દરેક મા-બાપ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: બાળક સોફ્ટ પીન ગળી ગયું, 10 દિવસ બાદ ડોક્ટરો બન્યા દેવદૂત!
10 વર્ષીય બાળક મોહીન ખાન જ્યારે અમદાવાદ સિવિલ પહોંચ્યો ત્યારે 18 ડિસેમ્બરે રાત્રે એક્સ રે કરી તપાસ શરૂ કરાઈ. બાળકની અન્નનળીના કશું નથી ફસાયા હોવાની પુષ્ટિ થઈ. સોફ્ટ બોર્ડની પિન જમણા ફેફસામાં ફસાયાની સ્પષ્ટતા થઈ અને ત્યારબાદ 21 ડિસેમ્બરે બાળકની બ્રોન્કોસ્કોપિ કરવાનો તબીબોએ નિર્ણય લીધો.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. દાહોદના વતની સાજીદ અલીનું 10 વર્ષીય મોહિન ખાન નામનું બાળક સોફ્ટ બોર્ડની પિન ગળી ગયું અને પિન ગળ્યાના 10 દિવસ બાદ બાળકના ફેફસાંમાંથી તબીબોએ પિન કાઢીને બાળકનો જીવ બચાવ્યો છે. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને હોસ્પિટલથી રજા મળવાનો કરી રહ્યું છે ઇંતેજાર.
જો તમારું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની આદત રાખે છે તો આ ખબર આપ માટે જાણવી ખૂબ જરૂરી છે. દાહોદના ખેતરોમાં રમતું 10 વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પિન ગળી ગયું. ડરેલા બાળકે શરૂઆતમાં તો માતા - પિતાને કોઈ વાત નાં કરી પરંતુ સમય જતાં ખાંસી આવતા અને ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં સમસ્યા થતા બાળક સહિત તેના માતા - પિતાની ભાગદોડ શરૂ થઈ. પહેલાં તો દાહોદની હોસ્પિટલ ત્યારબાદ વડોદરા અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી બાળકની સારવાર માટે માતા - પિતા દોડ્યા. 11 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ આખરે તમામ રિપોર્ટ અને તપાસ બાદ 21 ડિસેમ્બરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સર્જરી હાથ ધરાઈ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, આ બાળકની સર્જરી એટલે જટિલ હતી કારણ કે પિનનો આગળનો ધારદાર ભાગ શરીરના અંદરના અંગોને નુકશાન કરે તેવી ભીતિ હતી. સાથે જ બાળકના જમણા ફેફસામાં પિન ભરાઈ જતા તેના ફેફસામાં કાણું પડી ગયું, જેની સર્જરી પણ કરવામાં આવી અને સોફ્ટ બોર્ડની પિન સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી.
10 વર્ષીય બાળક મોહીન ખાન જ્યારે અમદાવાદ સિવિલ પહોંચ્યો ત્યારે 18 ડિસેમ્બરે રાત્રે એક્સ રે કરી તપાસ શરૂ કરાઈ. બાળકની અન્નનળીના કશું નથી ફસાયા હોવાની પુષ્ટિ થઈ. સોફ્ટ બોર્ડની પિન જમણા ફેફસામાં ફસાયાની સ્પષ્ટતા થઈ અને ત્યારબાદ 21 ડિસેમ્બરે બાળકની બ્રોન્કોસ્કોપિ કરવાનો તબીબોએ નિર્ણય લીધો. એક કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બાળકની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
બાળકના પિતા સાજીદ અલીએ કહ્યું કે અમને ત્રણ દિવસ સુધી કશું જ ખ્યાલ નહતો. બાળકને તકલીફ શરૂ થતાં ડોકટરો પાસે ગયા એટલે રિપોર્ટ કઢાવવામાં આવ્યો અને કઈક ફસાયા હોવાની જાણ થઈ હતી. દાહોદ ત્યારબાદ વડોદરામાંથી અમદાવાદ સિવિલમાં બાળકને લઈને પહોંચવાનું કહેવામાં આવ્યું. બાળકની તુરંત સારવાર કરવા બદલ સાજીદ અલીએ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો.
ઉલેખનીય છે કે, ભૂતકાળમાં રમત રમતમાં બાળક પથ્થર, સ્ક્રુ, LED બલ્બ, લખોટી, સિંગ તેમજ ચણા જેવી વસ્તુ ખાઈ જાય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પંરતુ સોફ્ટ બોર્ડની પિન ગળી જવાનો આ કિસ્સો રેર બનતો હોય છે. જો કે સમય રહેતા બાળકને યોગ્ય સારવાર મળી અને હાલ બાળક સ્વસ્થ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે