રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં રેકોર્ડ 1.50 લાખ ગુણી મગફળીની આવક
હવે જ્યાં સુધી આ મગફળી નહીં વેચાઈ ત્યાં સુધી ખેડૂતો નવી મગફળી યાર્ડમાં લાવી શકશે નહીં.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટઃ દિવાળી બાદ હવે ખેડૂતો મગફળીના પાકને વેચી રહ્યાં છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે. દિવાળીની રજાઓ બાદ લાભપાચમના દિવસે એક લાખ ગુણી મગફલીની આવક થઈ હતી. ત્યારબાદ યાર્ડના વહીવટી તંત્ર દ્વારા નવી મગફળીની આવક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે તે મગફળી વેચાઈ જતા આજથી ફરી મગફળી મગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
એક દિવસમાં રેકોર્ડ મગફળીની આવક
બેડી માર્કેટિંગ યાર્ડમાં આજથી ફરી નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. આજે રેકોર્ડ 1.50 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. આજે સવારે રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરૂ થતાં ખેડૂતો મગફળી ભરીને ઉમટી પડ્યા હતા. આજે હરાજીમાં 900 રૂપિયાથી લઈ 1050 રૂપિયા સુધી મગફળીનો ભાવ બોલાયો હતો.
ફરી મગફળી લાવવા પર પ્રતિબંધ
આજે મગફળીની આવક શરૂ થતાં આશરે 1.50 લાખ ગુણી જેટલી મગફળી થોડીવારમાં માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી હતી. હવે જ્યાં સુધી આ મગફળી નહીં વેચાઈ ત્યાં સુધી ખેડૂતો નવી મગફળી યાર્ડમાં લાવી શકશે નહીં. યાર્ડ દ્વારા આજથી ફરી નવી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે