આગ્રામાં મેટ્રો પ્રોજેક્ટ પરંપરા સાથે આધુનિકતાનું પ્રતિક: PM મોદી

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટ ( agra metro rail project )ના નિર્માણ કામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું.

આગ્રામાં મેટ્રો પ્રોજેક્ટ પરંપરા સાથે આધુનિકતાનું પ્રતિક: PM મોદી

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટ ( agra metro rail project )ના નિર્માણ કામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પર્યટકોને મદદ મળશે. આ પ્રોજેક્ટ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ જેમ કે તાજમહેલ, આગ્રા ફોર્ટ, સિકંદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને જોડવામાં આવશે. આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ મેદાનમાં ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન થયું. 

Corona Update: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ?, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગ્રા પાસે જૂની પુરાતન ઓળખ તો હંમેશાથી રહી છે. હવે તેમા આધુનિકતાનો નવો આયામ જોડાવવા જઈ રહ્યો છે. સેંકડો વર્ષોનો ઈતિહાસ ધરાવતો આ શહેર હવે 21મી સદી સાથે તાલમેલ કરવા તૈયાર થઈ રહ્યું છે. આગ્રામાં સ્માર્ટ સુવિધાઓ વિક્સિત કરવા માટે પહેલેથી લગભગ 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે. 

આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટ્સના નિર્માણના શુભ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આધુનિક સુવિધાઓ અને આધુનિક કનેક્ટિવિટી મળવાથી પશ્ચિમ યુપીનું સામર્થ્ય વધી રહ્યું છે. દેશની પહેલી રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠથી દિલ્હી વચ્ચે બની રહી છે. દિલ્હી-મેરઠ વચ્ચે 14 લેનનો એક્સપ્રેસ વે પણ જલદી આ ક્ષેત્રના લોકોને સેવાઓ આપવા લાગશે. 

Arvind Kejriwal સિંઘુ બોર્ડર પર ખેડૂતોને મળ્યા, કહ્યું- 'હું CM નથી, તમારો સેવાદાર છું'

તેમણે કહ્યું કે દેશના ઈન્ફ્રા સેક્ટરની એક મોટી સમસ્યા એ રહી હતી કે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થતી હતી પરંતુ તેના માટે  પૈસા ક્યાંથી આવશે તેના પર બહુ ધ્યાન અપાતું નહતું. અમારી સરકારે નવા પ્રોજેક્ટ્સને શરૂ કરવાની સાથે જ તેના માટે જરૂરી ધનરાશિ ઉપર પણ ધ્યાન આપ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ 100 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાની તૈયારી છે. Multi-modal Connectivity Infrastructure Master Plan ઉપર પણ કામ ચાલુ છે. એવી કોશિશ છે કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા માટે સમગ્ર દુનિયામાંથી રોકાણને આકર્ષિત કરવામાં આવે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io