લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં બળવો, ધાનાણી પર લાગ્યો આ આરોપ
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે સ્થાનિક નેતાનો વિરોધ સામે આવ્યો છે. પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો છે.
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં બળવાથી ખળભળાટ
- ખુદ વિપક્ષના નેતા સામે જ સ્થાનિક નેતાનો વિરોધ
- સાવરકુંડલાના પૂર્વ કોંગી પ્રમુખ દિપક માલાણી મેદાનમાં
Trending Photos
સાવરકુંડલા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં બળવાથી ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે સ્થાનિક નેતાનો વિરોધ સામે આવ્યો છે. પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણી મેદાનમાં આવ્યાં છે. દિપક માલાણી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં કરશે. એપીએમસીની ચૂંટણીમાં હરાવવા માટે પ્રયત્ન કર્યાનો દિપક માલાણીએ આરોપ લગાવ્યો છે.
વિપક્ષના નેતા પર લાગ્યો આરોપ
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પર તેમના જ વિસ્તાર એટલે કે અમરેલીના સાવરકુંડલામાં તેમના જ પક્ષના એક વ્યક્તિએ બળવો કરી ધાનાણી પર આરોપ કર્યા છે. સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણીએ બળવો કરીને વિપક્ષના નેતા તથા લાઠીના ધારાભ્યની કાર્યપદ્ધતિનો વિરોધ કર્યો છે. ત્યારે આ વિરોધ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ઘરણાં કરવાનો કાર્યક્રમ યોજાશે.
ચૂંટણી પહેલા બળવાથી ખળભળાટ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં બળવાથી ખળભળાટ મચ્યો છે. એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંન્ને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ પ્રકારના બળવાના સમાચારથી કોંગ્રેસમાં વિરોધના વંટોળો ઉડ્યા છે. આ વિરોધને કારણે સૌરાષ્ટ્રની 4 લોકસભાની બેઠકો પર સીધી અસર જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે