રોપેક્સ ફેરીનું CM રૂપાણીએ કર્યું ઉદ્દઘાટન, હવે આઠ કલાકની મુસાફરીના થશે માત્ર 2 કલાક

જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે અંતર ઘટશે. રોડ દ્વારા આઠ કલાકની થતી મુસાફરી દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે 2 કલાકમાં પૂર્ણ કરી શકાશે.

રોપેક્સ ફેરીનું CM રૂપાણીએ કર્યું ઉદ્દઘાટન, હવે આઠ કલાકની મુસાફરીના થશે માત્ર 2 કલાક

ભાવનગર: સીએમ વિજય રૂપાણી દ્વારા રોપેક્સ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટર તથા વિભાવરીબેન દવેએ સીએમનું પુષ્પગૂછથી સ્વાગત કર્યું હતું. ટર્મિનલ પર વિજયભાઈ રૂપાણીએ લિલી ઝંડી આપી વાહનો રવાના કર્યા હતા. ટ્રક અને બસોને લિલી ઝંડી આપી પ્રોજેકટના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીતુભાઇ વાધાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોપેક્સ ફેરીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે. 

રોપેક્સ ફેરીની ખાસિયતો
રોરો ફેરીની ખાસિયતની વાત કરીએ તો આ પ્રોજેક્ટ ભાવનગર અને દહેજને જોડે છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે અંતર ઘટશે. રોડ દ્વારા આઠ કલાકની થતી મુસાફરી દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે 2 કલાકમાં પૂર્ણ કરી શકાશે. જેમાં રોડ મારફતે 360 કિલોમીટરની મુસાફરી ઘટીને દરિયાઈ મારફતે 31 કિલોમીટર થઈ જશે. 

રોપેક્સ ફેરીની સુવિધા 
રો-રો ફેરીમાં મુસાફરોની સુવિધા માટે 72 વીઆઇપી સીટિંગ કલાસ 320 એક્ઝીક્યુટીવ કલાસ અને 96 ઇકોનોમી સીટિંગ કલાસ રાખવામાં આવી છે. તો મુસાફરીના દરની વાત કરીએ તો પેસેન્જરદીઠ એક ટ્રીપની ટિકિટ 350 રૂપિયા રખાઈ છે. તો રો-પેક્ઝ ફેરીમાં મુસાફરો માટે 200 રૂપિયા ભાડું રખાયુ છે. જ્યારે ટ્રક અને બસ માટે 3000 રૂપિયા ભાડું અને કાર માટે 400, બાઈક માટે 200 રૂપિયા ભાડું રખાયુ છે.

ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક નગરો - ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે. આ ફેરી સર્વિસમાં મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે. બે ફેરી સેવાઓ-એમ.વી. જય સોફિયા 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે. ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ શકાશે. હાલ માત્ર ફેઝ-1 કાર્યરત થયો છે જેમાં માત્ર મુસાફરોને લઈ જઈ શકાશે. ફેઝ-2 શરૂ થતા હજી અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે.

દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે. યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ યોજના  તૈયાર કરવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news