સાયલા પંથકના લોકો શોકમાં! પોરબંદરથી ઇરાન જતા વિશાળ જહાજની મધદરિયે સમાધિ, 12 ખલાસીઓનો બચાવ

મુંબઈના મેરીટાઈમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરની ટીમ દ્વારા સલાયાના જહાજ પર સવાર 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. સલાયાના ‘અલ પિરાને પીર' નામના જહાજ 2 દિવસ પહેલા પોરબંદરથી નીકળ્યું હતું. પોરબંદરથી જનરલ કાર્ગો ભરી ઈરાનના અબ્બાસ પોર્ટ પર જવા નિકળ્યું હતું.

સાયલા પંથકના લોકો શોકમાં! પોરબંદરથી ઇરાન જતા વિશાળ જહાજની મધદરિયે સમાધિ, 12 ખલાસીઓનો બચાવ

ઝી બ્યુરો/પોરબંદર: ફરી એકવાર સલાયાના જહાજની ખરાબ હવામાનને લીધે મધદરિયે જળસમાધિ થઈ છે. મુંબઈના મેરીટાઈમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરની ટીમ દ્વારા સલાયાના જહાજ પર સવાર 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. સલાયાના ‘અલ પિરાને પીર' નામના જહાજ 2 દિવસ પહેલા પોરબંદરથી નીકળ્યું હતું. પોરબંદરથી જનરલ કાર્ગો ભરી ઈરાનના અબ્બાસ પોર્ટ પર જવા નિકળ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યા આસપાસ મધદરિયે ખરાબ હવામાનને લીધે જહાજ ડૂબવા લાગ્યું હતું. 

Add Zee News as a Preferred Source

તમામ 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા
મુંબઈના મેરીટાઈમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરને જાણ કરાતા રેસ્કયુ ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં મધદરિયે ડૂબી રહેલ જહાજના તમામ 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલ ખલાસીઓને પોરબંદર લાવવામાં આવશે. જહાજ ડૂબવાના સમાચારને લીધે માછીમારો અને સાયલા પંથકના લોકો શોકમાં છે.

જાણો શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સલાયાના રહેવાસી સુલતાન ઇસ્માઇલ સુંભણીયાની માલિકીનું "અલ પિરાને પીર' નામનું જહાજ બે દિવસ પહેલા પોરબંદરથી જનરલ કાર્ગો ભરી અને ઇરાનનાં બંદર અબાસ પોર્ટે જવા નીકળ્યું હતું. જે જહાજ પર 12 લોકો સવાર હતા. જહાજ નીકળ્યા બાદ આજે સવારે 8 વાગ્યા આસપાસ ખરાબ હવામાનને લીધે જહાજ મધદરિયે ફસાયું. ત્યારે ખલાસીઓ દ્વારા ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસોશિયલનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ખલાસીઓની મદદ માટે નૌકાદળ આવી પહોંચ્યું હતું.

જહાજને ખૂબ મોટું આર્થિક નુકશાન
આ તમામ ખલાસીઓને આવતીકાલે પોરબંદર લાવવામાં આવશે. આ જહાજ ડૂબવાના લીધે જહાજ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news