મહેસાણામાં મેઘાની વિસ્ફોટક બેટિંગ! બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27.72 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87.33 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 41.18 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.33 ટકા વરસાદ વરસ્યો છે.

મહેસાણામાં મેઘાની વિસ્ફોટક બેટિંગ! બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27.72 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87.33 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 41.18 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.33 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી છે. મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બહુચરાજીમાં સૌથી વધુ તોફાની બેટિંગ કરતાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. આંકડા પર નજર કરીએ તો બહુચરાજી 7 ઇંચ વરસાદ, ઊંઝા- 05 મીમી વરસાદ, કડી-37 મીમી વરસાદ, ખેરાલુ - 08 મીમી વરસાદ, જોટાણા - 84 મીમી વરસાદ, બહુચરાજી - 172 મીમી વરસાદ, મહેસાણા - 41 મીમી વરસાદ, વડનગર - 35 મીમી વરસાદ, વિજાપુર - 29 મીમી વરસાદ, વિસનગર - 65 મીમી વરસાદ અને સતલાસણા - 15 મીમી વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? 
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જુનાગઢના ભેસાણમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વિસાવદર તાલુકામાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમરેલીના ધારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના પારડી તાલુકામાં ચાર ઈંચ વરસાદ, વાપી, જલાલપોર અને મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વલસાડ અને ચીખલી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ અને તાલાલા અને નવસારી શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. 

જુનાગઢ, જામનગર, રાજકોટ, સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું હતું. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news