રામલલાના અભિષેક માટે બાબરના દેશથી પણ આવ્યું જળ, ઈરાનથી મુસ્લિમ તો પાકિસ્તાનથી સિંધિઓએ મોકલ્યું
Ramlala Jalabhishek: અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં આખી દુનિયા ભગવાન રામના ભવ્ય સ્વરૂપના દર્શન કરી શકશે. હવે એવી પણ માહિતી સામે આવી રહી છે કે અભિષેક માટે બાબરના જન્મસ્થળેથી પણ જળ મંગાવવામાં આવ્યું છે.
Trending Photos
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ તો ફાઈનલ થઈ ગઈ પરંતુ 17 તારીખના રોજ તેને જાહેર કરવામાં આવશે. આ દિવસે નગર ભ્રમણનો કાર્યક્રમ છે. હાલ સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ચર્ચા છે. આવામાં એ જાણવું ખુબ રસપ્રદ છે કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મુઘલ શાસક બાબરની જન્મભૂમિ ઉઝ્બેકિસ્તાનથી પણ જળ મંગાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પાકિસતાન, ચીન, દુબઈ સહિત એન્ટાર્કટિકાના જળથી પણ શ્રીરામનો અભિષેક કરવામાં આવશે.
સમગ્ર દુનિયાની નદીઓનું પાણી
ગત વર્ષે એપ્રિલમાં દિલ્હીના પૂર્વ ભાજપ વિધાયક વિજય જૌલી 155 દેશોથી લાવવામાં આવેલા પવિત્ર જળને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને મળ્યા હતા. ત્યારે તસવીરો પણ સામે આવી હતી. ગડકરીએ કહ્યું હતું કે આ ઐતિહાસિક છે. કળશને નજીકથી જોઈએ તો તેમાં ચીન, લાઓસ, લાતવિયા, મ્યાંમાર, મંગોલિયા, સાઈબેરિયા, દક્ષિણ કોરિયા જેવા અનેક દેશોના નામના સ્ટિકર જોવા મળે છે. (થોડા સમય પહેલાની તસવીરો જુઓ નીચે)
दिल्ली: अयोध्या में राम मंदिर के जलाभिषेक कार्यक्रम के लिए एकत्रित 155 देशों का पवित्र जल केंद्रीय मंत्री नितिन गडकरी के आवास पर लाया गया।
केंद्रीय मंत्री नितिन गडकरी ने कहा, "155 देशों से पावन जल लाया गया है, ये बहुत ही ऐतिहासिक है। मैं विजय जोली और उनके सहयोगियों को इस कार्य… pic.twitter.com/NYdPP2rKzE
— ANI_HindiNews (@AHindinews) April 19, 2023
સાઉદીથી હિન્દુઓએ, પાકિસ્તાનથી સિંધિઓએ મોકલ્યું
વિજય જૌલીએ દાવો કર્યો છે કે કુલ 156 દેશોથી જળ સંગ્રહમાં તમામ ધર્મના લોકોનો સહયોગ મળ્યો છે. સાઉદી અરબથી હિન્દુઓએ તો ઈરાનથી મુસ્લિમ મહિલાએ જળ મોકલ્યું છે. કઝાકિસ્તાનથી તાજ મોહમ્મદે ત્યાંની પ્રમુખ નદીનું જળ મોકલ્યું છે. કેન્યાથી શીખ ભાઈઓની મદદથી જળ ભેગું કરાયું. સિંધિઓએ ખુબ જ સાવધાની વર્તતા પાકિસ્તાનથી અયોધ્યા માટ જળ મોકલ્યું છે.
જૌલીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ જળથી ભરેલો મોટો કળશ વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક મંડળના સભ્ય દિનેશ ચંદ્રને સોંપવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આ જળનો ઉપયોગ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે