સુરત ફાયરને મળી અત્યાધુનિક સીડીવાળી ફાયર ગાડી, જો વહેલા મળ્યા હોત તો અગ્નિકાંડ ન સર્જાયો હોત

શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22ના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. 55 ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ફાયરની ગાડી સુરત પહોંચી ગઈ છે. આ ફાયરની ગાડી 55 મીટર સુધી ઉંચે સુધી પહોંચી રેસ્ક્યુ કરી શકે છે. આ ફાયરની ગાડી જર્મનીથી મંગાવવામાં આવી છે. જર્મનીથી આ ફાયરની ગાડી મુંબઈ પોર્ટ પર આવી હતી. ત્યારબાદ સુરત લાવવામાં આવી છે. 

સુરત ફાયરને મળી અત્યાધુનિક સીડીવાળી ફાયર ગાડી, જો વહેલા મળ્યા હોત તો અગ્નિકાંડ ન સર્જાયો હોત

તેજશ મોદી, સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22ના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. 55 ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ફાયરની ગાડી સુરત પહોંચી ગઈ છે. આ ફાયરની ગાડી 55 મીટર સુધી ઉંચે સુધી પહોંચી રેસ્ક્યુ કરી શકે છે. આ ફાયરની ગાડી જર્મનીથી મંગાવવામાં આવી છે. જર્મનીથી આ ફાયરની ગાડી મુંબઈ પોર્ટ પર આવી હતી. ત્યારબાદ સુરત લાવવામાં આવી છે. 

ફાયર ઓફિસર ઈશ્વર પટેલે તક્ષશિલા આગ્નિકાંડ અંગે જણાવ્યું હતું કે, તક્ષશિલા આગની ઘટનામાં બાળકોના મોત એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ચોક્કસ જો આ ફાયરની ગાડી હાજર હોત તો રેસ્ક્યુ કરવામાં સરળતા થાત.. હાલ આ ફાયરની ગાડી ક્યાં મૂકવી તેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ ફાયરની ગાડી અંગે ફાયરના જવાનોને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ગાડી ફાયર સ્ટેશન પર મૂકવામાં આવશે.

જુઓ LIVE TV

મેગીરસ થ્રિ ટેબલ લેડરની કિંમત 10 કરોડ રૂપિયા છે. તેની ઓટોમેટિક લેડર 55 મીટર સુધી જઈ શકે છે. જર્મન બનાવટની મેગીરસ થ્રિ ટેબલ લેડર છે. વર્ષ 2017માં લેડરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આજે સવારે આ લેડર સુરત પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news