સુરત આગકાંડ પર રાજકારણ: હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચતા જ થયો વિરોધ, એક વ્યક્તિની અટકાયત

સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જો કે આ ઘટના પર રાજકારણ પણ ખેલાતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા છે. જો કે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો અને આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી. 

સુરત આગકાંડ પર રાજકારણ: હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચતા જ થયો વિરોધ, એક વ્યક્તિની અટકાયત

સુરત: સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. જો કે આ ઘટના પર રાજકારણ પણ ખેલાતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા છે. જો કે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો. ચંદ્રેશ નામનો વ્યક્તિ હાર્દિક પટેલનો વિરોધ કરવા આવ્યો હતો જેની સાથે મારામારી થઈ અને ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી.અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે જો સરકાર કોઈ પગલાં નહીં લે તો તેઓ આજે સાંજે ઉપવાસ આંદોલન પર બેસશે.

હાર્દિકના વિરોધ પર હાર્દિક સમર્થકોએ કહ્યું કે પાસના જૂના કાર્યકર્તાઓ હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યાં છે. આ બાજુ હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે ''હું ભોગ બનેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનારા અધિકારીઓને સજા અપાવીને રહીશ.'' હાર્દિકે એમ પણ કહ્યું કે ''જો ન્યાય નહીં મળે તો આજ સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ધરણા પર બેસીશ. ચારે બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપ પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સૂરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ વસૂલાય છે પરંતુ સુવિધા અપાતી નથી.'' 

જુઓ LIVE TV

હાર્દિક પટેલે માંગણી કરી છે કે સરકારને હું 12 કલાકનો સમય આપું છું કે સુરત મેયરનું રાજીનામુ લેવામાં આવે. તેમજ ગેરકાયદેસરક બિલ્ડીંગ બનાવવાની પરમિશન આપનાર અધિકારી તેમજ સમયસર ઘટનાસ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર પગલા લેવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news