સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રૌદ્ર સ્વરપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ખાડીના કારણે ઠેર ઠેર પુરની સ્થિતી છે. સાણીયા હેમાદ ગામમાં પાંચમાં દિવસે પણ પુરની સ્થિતી યથાવત્ત રહી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. જિલ્લાના કડોદરા જીઆઇડીી પોલીસ મથકમાં વરસાદી પાણી ભરાય છે. જેથી વરસાદી પાણી વચ્ચે પોલીસ કર્મચારીઓનાં કામ કરવાની નોબલ આવી છે. 
સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી

સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રૌદ્ર સ્વરપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ખાડીના કારણે ઠેર ઠેર પુરની સ્થિતી છે. સાણીયા હેમાદ ગામમાં પાંચમાં દિવસે પણ પુરની સ્થિતી યથાવત્ત રહી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. જિલ્લાના કડોદરા જીઆઇડીી પોલીસ મથકમાં વરસાદી પાણી ભરાય છે. જેથી વરસાદી પાણી વચ્ચે પોલીસ કર્મચારીઓનાં કામ કરવાની નોબલ આવી છે. 

સણીયા હેમાદ ગામ છેલ્લા પાંચેક દિવસથી પાણીમાં ગર થઇ ગયું હોય તેવી સ્થિતી છે. સણીયા હેમાદ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા મંદિર, મકાનો ફળિયા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાડી પુરના કારણે ગામવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત જિલ્લાના કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં વરસાદી પાણી પ્રવેશ્યું છે.

પોલીસ સ્ટેશન બહાર કમર સમા જ્યારે પોલીસ સ્ટેશનની અંદર ઘુંટણસમું પાણી ભરાઇ ગયું છે. જેના કારણે અનેક ફાઇલો અને કોમ્પ્યુટરને પણ નુકસાન પહોંચ્યું છે. ડુબ પાણી પોલીસ મથકમાં પ્રવેશી જતા પોલીસ કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતરાત્રિથી સતત વરસાદનાં કારણે પાણી ભરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news