માત્ર ગણપતિ બાપ્પાના આગમન માટે 20 લાખ રૂપિયા ખર્ચ્યા, કમાલના છે આ સુરતીઓ

Surat News : સુરતના શક્તિ ગ્રૂપ ફાઈટર દ્વારા શ્રીજીના આગમન માટે 20 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો... દિલ્હીથી ખાસ કલાકારો બોલાવાયા
 

માત્ર ગણપતિ બાપ્પાના આગમન માટે 20 લાખ રૂપિયા ખર્ચ્યા, કમાલના છે આ સુરતીઓ

Ganesh Utsav ચેતન પટેલ/સુરત : મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત શહેરમાં ગણેશ ઉત્સવની રંગત અને ભક્તિ સૌથી વધારે જોવા મળતી હોય છે. આમ તો 11 દિવસ શ્રીજીના ભક્તો ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે ગણેશજીના આગમન પર સુરતીઓએ 20 લાખ રૂપિયાથી પણ વધુ ખર્ચ કર્યા છે. હાલ તો ગણેશ ચતુર્થીને હજી વાર છે, પરંતુ સુરતમાં શ્રીજીના આગમન થઈ રહ્યા છે ત્યારે સુરતના શક્તિ ગ્રુપ ફાઈટરના ગણેશજીના આગમન પર હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિલ્હીથી ખાસ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.

આમ તો ગણેશ ઉત્સવ પર લોકો મંડપ અને ગણેશજીની પ્રતિમા પર હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. પરંતુ માત્ર આગમનમાં કેટલાક કલાકો માટે સુરતીઓ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. શ્રીજીના ભવ્ય આગમનને સુરતમાં લાખો રૂપિયા ગણેશ ગ્રુપ દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. માત્ર શ્રીજીના આગમનમાં સુરત ખાતે 10 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

શ્રીજીના આગમન માટે ગણતરીના કલાક માટે હોય છે, પરંતુ આ ગણતરીના કલાકો માટે સુરતમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. અધ્યતન લાઈટ ડીજે અને કલાકારોને બોલાવવામાં આવે છે. અનેક પ્રકારની આતિશબાજી પણ થતી હોય છે. સુરતમાં ગણેશજીના આગમનને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. સુરતમાં આકર્ષક શ્રીજીના આગમન માટે આ વખતે શક્તિ ગ્રુપ ફાઈટર દ્વારા ખાસ દિલ્હીથી કલાકારો બોલાવવામાં આવ્યા હતા. 

હોળીના પર્વ પર કાશીમાં જે સ્મશાનમાં જે કલાકારો હોલી રમતા નજરે આવે છે તે જ કલાકારો સુરતના આ ગ્રુપ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જે કાશીમાં દ્રશ્યો સર્જાતા હોય છે તે જ દ્રશ્યો સુરતમાં સર્જાયા હતા એટલું જ નહીં આ કલાકારો રામ સીતા અને ભગવાન કૃષ્ણ બનીને પણ હાજર રહ્યા હતા. આગમનમાં હનુમાનજીની ઉપસ્થિતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ટાઇટેનિકલ લાઈટ ગુજરાતમાં પ્રથમવાર આ શ્રીજીના આગમનમાં વપરાય છે અને એક લાઈટ આતિશબાજીના કારણે આ સમગ્ર આગમન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news