ઘોર કળયુગ: પુત્રએ જ મિલકત માટે તેની વૃદ્ધ માતાને માર્યો ઢોરમાર, CCTVમાં દ્રશ્યો કેદ

પુત્ર એજ તેની વૃદ્ધ માતાને ઢોરમાર મારી ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગી છૂટ્યો હતો.

Updated By: Sep 17, 2018, 10:29 AM IST
ઘોર કળયુગ: પુત્રએ જ મિલકત માટે તેની વૃદ્ધ માતાને માર્યો ઢોરમાર, CCTVમાં દ્રશ્યો કેદ

વિનાયક જાદવ/તાપી : તાપી જિલ્લામાં સમાજમા લાંછન રૂપ ચકચારી ઘટના બહાર આવી હોય તેમ સગા પુત્ર એજ તેની વૃદ્ધ માતાને ઢોરમાર મારી ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગી છૂટ્યો હતો. સોનગઢ ખાતે સર્વિસ સ્ટેશનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાને તેનાજ મોટા પુત્ર ,પુત્રવધુ અને પૌત્રીએ માતા હોવા છતાં હાતાપાઈ કરી ઢોરમાર મારતા મામલો પોલિસ મથકે પહોંચતા પોલીસે પુત્રની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

મિલકતને લઇને માતાને માર્યો ઢોરમાર
સોનગઢમાં શ્રીજી સર્વિસ સ્ટેશન ચલાવતા આશાબેન 20 વર્ષથી ગાડીઓના સર્વિસનો વ્યવસાય કરે છે. તેમના પુત્ર સાથે અગાઉ ધંધો કરતા હતા. ત્યાર બાદ કોઈ કારણસર તેઓના મોટા પુત્ર પોતાના પરિવાર સાથે ધંધામાંથી અલગ રહેતા હોય તેઓના ભાગનું જે આપવાનું હતું તે માતાએ આપી દીધું હતું.પરંતુ વારંવાર ઝઘડાઓ કર્યા બાદ પણ પુત્રના ઢોરમાર મારવાથી ઇજાગ્રસ્ત માતાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પોતાના સર્વિસ સ્ટેશનમાં આવેલ ગાડીઓનું સર્વિસ કરી રહ્યા હતા તે સમયે તેઓના જ મોટા પુત્ર,પુત્રવધુ અને પૌત્રીએ તેઓ પાસેથી પ્રોપર્ટી માંથી ભાગ આપ્યા છતાં વધુ માંગણીઓ ને લઈને હાથપાઈ કરી ઢોરમાર મારી તેઓના ગળા માંથી સોનાનું મંગળસૂત્ર ખેંચી લઈ ભાગી ગયા હતા.

son-combat-his-old-mother

પુત્રએ માતાને માર્યો ઢોર માર, ઘટના થઇ CCTVમાં કેદ 
જે સમયે તેઓના દુકાનમાં કામ કરતા કર્મીઓએ પણ બચાવવાનો પ્રયત્ન કરતા તેઓ પર પણ ધક્કામુક્કી કરી બબાલ કરી હતી. જે ઝગડા અંગેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયેલ જોવા મળી છે. જે બાબતે આશાબેને સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરતા પુત્રની ધરપકડ કરી ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.