શ્રીનગર: પંથા ચોકમાં આતંકી અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો, એક ASI પણ શહીદ 

જમ્મુ અને કાશ્મીરના પંથા ચોકમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ જોઈન્ટ ઓપરેશનમાં પોલીસના એક ASI પણ શહીદ થયા છે. હાલ અન્ય આતંકવાદીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની નાકા પાર્ટી પર થયેલા ફાયરિંગ બાદ આ અથડામણ શરૂ થઈ હતી. 

Updated By: Aug 30, 2020, 07:57 AM IST
શ્રીનગર: પંથા ચોકમાં આતંકી અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો, એક ASI પણ શહીદ 
ફાઈલ ફોટો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પંથા ચોકમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ જોઈન્ટ ઓપરેશનમાં પોલીસના એક ASI પણ શહીદ થયા છે. હાલ અન્ય આતંકવાદીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની નાકા પાર્ટી પર થયેલા ફાયરિંગ બાદ આ અથડામણ શરૂ થઈ હતી. 

કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટર અગાઉ આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન અટકી અટકીને ફાયરિંગ થયું આથી મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

IGP કાશ્મીરે બંને તરફથી ફાયરિંગની પુષ્ટિ કરતા ઘટનાસ્થળે લગભગ 2થી 3 આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી શેર કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube