રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, અબડાસામાં 8 ઈંચ
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 113 ટકાથી પણ વરસાદ થયો છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 217 તાલુકામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં આઠ ઈંચ કરતા વધુ અને મુન્દ્રામાં પોણા આઠ ઈંચ વરસાદ થયો છે. સુરતના કામરેજમાં 5 ઈંચ, નવસારીના ગણવેદી અને સુરતના પલસાણામાં પણ પાંચ-પાંચ ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે. તો 38 તાલુકામાં 3 ઈંચ અને 50 તાલુકામાં 2 ઈંચ તથા 94 તાલુકામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠાના દાંતામાં બે કલાકમાં ચાર ઈંચ
જો રાજ્યમાં આજે સવારે 6 કલાકથી 8 કલાક સુધીમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દાંતામાં ચાર ઈંચથી વધુ, જૂનાગઢના મેંદરડામાં બે ઈંચથી વધુ તથા વંથલી અને વિસાવદરમાં બે ઈંચ જેટલો વરસાદ થયો છે. તો મહેસાણાના સાતલસાના અને બોટાદમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. આમ આજે રાજ્યના 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની વિગત
રાજ્યમાં અત્યાર સુધી 941.17 મીમી વરસાદ થયો છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી 113 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 82 તાલુકામાં 1000 મીમીથી વધારે વરસાદ પડ્યો છે. તો 140 તાલુકામાં 500-1000 મીમી વરસાદ થયો છે. 29 તાલુકામાં 251-500 મીમી વરસાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે