મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ

મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે. 

Updated By: Jun 15, 2021, 10:11 PM IST
મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ

અરવલ્લી : મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે. 

આજથી અંદાજિત અઢી વર્ષ પહેલાં ગામના તળાવ પરના મંદિરમાં પૂજા કરવા માટે મેઘરજના જ કિશન પુરોહિતને પૂજારી તરીકે રાખવામાં આવ્યો. દરમહિને પૂજા કરવા પેટે 5 હજાર રૂપિયા પણ નક્કી કરવામાં આવ્યા અને ગ્રામજનો નાના મોટા પ્રસંગોમાં જમવા માટે પૂજારીને બોલાવી આદરસત્કાર કરતાં હતાં. પણ આ જ સમયગાળા દરમિયાન એક યુવતી સાથે ઓળખાણ થઈ અને તે પોતાની ભેખ ભૂલી પ્રેમમાં લીન થઈ ગયો. 

કિશન પુરોહિત અવારનવાર યુવતીના ઘરે જતો હતો. યુવતીનો પરિવાર જમાવા માટે બોલાવતો. જમ્યા બાદ 2 કલાક ભક્તિ-પૂજાની વાતો કરતો હતો. નવ માસ પહેલાં યુવતીનો પરિવાર દ્વારકા દર્શન માટે ગયો ત્યારે 13-9-2020ના દિવસે યુવતીનો જન્મ દિવસ હોવાથી કુટણ તળાવના મંદિરના મકાનમાં ઉજવણી કરી હતી. આ દરમિયાન પૂજારીએ યુવતીને એન્ડ્રોઈડ ફોન પણ આપ્યો હતો. પણ આ અંગેની જાણ યુવતીના પિતાને થથાં તેણે પૂજારીને પરત આપી ઠપકો આપ્યો. આ ઘટના બાદ કિશન પુરોહિતે યુવતીના પિતાને ધમકી આપી અને તેના ઘરે જઈ યુવતી સાથે લગ્ન કરવાની ઓફર મૂકી હતી. આ બાદ 12 જૂન 2021ની રાત્રિ પરિવાર જમીને સૂતો હતો.

ત્યારે કિશન કારમાં આવી યુવતીનો હાથ પકડી તેને લઈ ગયો. પોલીસ ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે આરોપી કિશન પુરોહિતને આ કામમાં તેના બે મિત્રોએ પણ મદદ કરી છે. હાલ પોલીસે યુવતીને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે સાથે જ અલગ અલગ ટીમ બનાવી યુવતીને શોધવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube