2-3 ફેબ્રુઆરીએ મુસાફરી કરનારા ધ્યાન રાખજો, રદ થઈ છે અનેક ટ્રેન, રુટ પણ બદલાયા

 આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ અમદાવાદ મુંબઇ વચ્ચેની વિવિધ પેસેન્જર ટ્રેનને મોટાપાયે અસર થશે. મુંબઇના પરેલ ખાતે રેલવે ઓવરબ્રીજના રીપેરીંગ કામને લઇને રેલ્વે વિભાગે કેટલીક ટ્રેન રદ્દ થવાની અને કેટલીક ટ્રેનના રૂટ બદલવાની જાહેરાત કરી છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસર થશે. તો જાણી લો કઈ કઈ ટ્રેન રદ થઈ છે અને કઈ ટ્રેનોના રુટ બદલાયા છે.
2-3 ફેબ્રુઆરીએ મુસાફરી કરનારા ધ્યાન રાખજો, રદ થઈ છે અનેક ટ્રેન, રુટ પણ બદલાયા

અર્પણ કાયદાવાદા/અમદાવાદ : આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ અમદાવાદ મુંબઇ વચ્ચેની વિવિધ પેસેન્જર ટ્રેનને મોટાપાયે અસર થશે. મુંબઇના પરેલ ખાતે રેલવે ઓવરબ્રીજના રીપેરીંગ કામને લઇને રેલ્વે વિભાગે કેટલીક ટ્રેન રદ્દ થવાની અને કેટલીક ટ્રેનના રૂટ બદલવાની જાહેરાત કરી છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસર થશે. તો જાણી લો કઈ કઈ ટ્રેન રદ થઈ છે અને કઈ ટ્રેનોના રુટ બદલાયા છે.

2 ફેબ્રુઆરીએ રદ્દ થનારી ટ્રેન

  • મુંબઇ-અમદાવાદ પેસેન્જર
  • અમદાવાદ-મુંબઇ પેસેન્જર
  • રાજકોટ-મુંબઇ દુરન્તો એક્સપ્રેસ

3 ફેબ્રુઆરીએ રદ્દ થનારી ટ્રેન

  • મુંબઇ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  • અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ

શોર્ટ ટર્મિનેટ ટ્રેન

  • 2 ફેબ્રુઆરીએ અમદાવાદથી ઉપડતી અમદાવાદ-મુંબઇ પેસેન્જર બોરીવલીમાં ટર્મિનેટ થશે.
  • 2 ફેબ્રુઆરીએ અમદાવાદથી ઉપડતી અમદાવાદ-મુંબઇ ગુજરાત મેલ દાદરમાં ટર્મિનેટ થશે અને દાદર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે રદ્દ થશે.
  • 2 ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડતી ઓખા-મુંબઇ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીમાં પૂરી થશે. તથા બોરીવલી-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે રદ્દ થશે.

ટર્મિનલમાં ફેરફાર

  • 2 ફેબ્રુઆરીની મુંબઇ-અમદાવાદ ગુજરાતા મેલ મુંબઇ સેન્ટ્રલથી રાતે 10.05ના બદલે 10.20 કલાકે દાદરથી અમદાવાદ માટે રવાના થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news