સાંજ પડતા પહેલા આથમી ગયો યુવક-યુવતીના જીવનનો સુરજ, ફરી કરૂણ ઘટનાનું સાક્ષી બન્યું સુરત

ખટોદરા ખાતે 18 વર્ષીય યુવકે પ્રેમ પ્રકરણમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જ્યારે બીજી બાજુ પાંડેસરા વિસ્તારમાં જ બી.કોમની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સાંજ પડતા પહેલા આથમી ગયો યુવક-યુવતીના જીવનનો સુરજ, ફરી કરૂણ ઘટનાનું સાક્ષી બન્યું સુરત

પ્રશાંત ઢિવરે/સુરત: શહેરના અલગ અલગ વિસ્તારમાં બે આત્મહત્યાના બનાવ બન્યા છે. ખટોદરા ખાતે 18 વર્ષીય યુવકે પ્રેમ પ્રકરણમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જ્યારે બીજી બાજુ પાંડેસરા વિસ્તારમાં જ બી.કોમની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન યુવાનોમાં આત્મહત્યાના બનાવ સતત વધુ રહ્યા છે. જ્યારે વધુ બે આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. ખટોદરા ભટાર ખાતે ભારતી નગર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય મોહિત દિનેશ પટેલ નામના યુવકે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક મોહિતના પિતાનું 15 વર્ષ પહેલા જ અવસાન થયું હતું. 

મોહિત માતાની સાથે સ્લાઈસના શો રૂમમાં કામ કરી મદદરૂપ થતો હતો. મોહિતના લાંભા સમયથી એક કિશોરી સાથે પ્રેમ સંબંધ ચાલી આવી રહ્યા હતા. કોઈ કારણસર દોઢ મહિનાથી પ્રેમ સંબંધ તૂટી જતા મોહિત હતાશમાં રહેતો હતો. રાત્રી દરમિયાન મોહિતે પોતાના ઘરમાં જ પંખા વડે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે.

બીજી બાજુ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન ખાતે B.COM માં અભ્યાસ કરતી 19 વર્ષીય દામિની મહાજન નામની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીના પિતા કાપડ માર્કેટમાં નોકરી કરે છે. એકના એક દીકરીને કોલેજ સુધી અભ્યાસ કરાવતા હતા. સામાજિક પ્રસંગ હોવાથી વિદ્યાર્થીનીના માતા-પિતા પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. વિદ્યાર્થીનીએ પિતાને ફોન પર ઘરે ક્યારે આવસો તેવી વાત પણ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.

નોકરી પરથી વહેલી સવારે વિદ્યાર્થીની નો ભાઈ ઘરે આવ્યો હતો. ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી લોક હતો. બહેનને દરવાજો ખોલવા જણાવતો હતો. પરંતુ કોઈ અવાજ નહીં આવતા ભાઈને શંકા જતા દરવાજો તોડી નાખ્યો હતો. એકના એક બહેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ હતી. ઘટનાને જોઈ ભાઈએ બુમાબૂબ કરી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર ઘટને લઈ પાંડેસરા પોલીસને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news