અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડું
Ambalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
Trending Photos
Cyclone Alert : ગુજરાતમાં આઠમા નોરતેથી શરૂ થયેલો વરસાદ દશેરાએ ગુજરાતના 39 તાલુકામાં પહોંચ્યો. શનિવારે દશેરાએ સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં સવા ઈંચ વરસ્યો. ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની રિએન્ટ્રી થઈ છે. પરંતું હવેના દિવસો આ કરતા વધુ ખતરનાક આવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે છેક ડિસેમ્બર સુધીની આગાહી કરી દીધી છે. જેમાં વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે.
વાવાઝોડાની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.
દિવાળીમાં પણ વરસાદ આવશે, નવેમ્બરમાં વાવાઝોડું
અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
નવસારીમાં વાવાઝોડા પવન સાથે ફૂંકાયો પવન
નવસારી તાલુકાના ખડસૂપા ગામે તોફાની પવનો સાથે પડેલા વરસાદમાં ઘરોના પતરા ઉડ્યા છે. વાવાઝોડા જેવી સ્થિતિમાં ફૂંકાયેલા તોફાની પવનો અને વરસાદમાં ગામના કાચા મકાનોના પતરા ઉડ્યાં છે. મકાનના પતરા ઉડવા સાથે નીચે પડતાં એક વ્યક્તિ ઘાયલ થયો. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તોફાની પવનને કારણે ખડસુપા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો પણ થયા ધરાશાયી છે. વૃક્ષો અને પતરા ઉડવાને કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઘટનાની જાણ થતા GEB ના અધિકારીઓ અને કર્મચારીઓ વીજ પુરવઠો શરૂ કરવા ગામમાં પહોંચ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ગામમાં થયેલ નુકસાની અંગે તલાટી પાસે રિપોર્ટ મંગાવવાની તજવીજ હાથ ધરી.
આજે ક્યાં ક્યાં વરસાદ આવ્યો
આજે સવારથી પંચમહાલ જિલ્લામાં નવરાત્રીના સમાપન બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોધરા, કાલોલ, શહેરા તાલુકાઓમાં વરસાદ નોંધાયો. દાહોદના લીમડી નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે ચાર તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ઈડર, વડાલી અને તલોદમાં વરસાદી ઝાપટા પડ્યા. તેમજ વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારના સઢા અને ઢુંઢર પંથકમાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં પોશીનામાં 3 મિમી વરસાદ નોંધાયો. આ ઉપરાંત આણંદમાં મધ્યરાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે