ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ થતાં હત્યા; આધેડને છાતીના ભાગે છરીનો ઘા માર્યા, આરોપી ઝડપાયો

ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો. જેથી તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.

ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ થતાં હત્યા; આધેડને છાતીના ભાગે છરીનો ઘા માર્યા, આરોપી ઝડપાયો

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના લાભનગરમાં મંગળવારે રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો. જેથી તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. જે બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-2 માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ત્યારે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (48)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તે યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા. જો કે, ત્યાં ટૂંકી સારવારમાં રાજેશદાન ગઢવીનું મોત નીપજયું હતું. જે હત્યાના બનાવમાં હાલમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (55) રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી વાળાએ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે ત્યારે મોરબીના લાભનગરમાં ફટાકડા ફોડવાનો ઝઘડો હત્યા સુધી પહોચ્યો છે. જેની પોલીસે આપેલ વિગત મુજબ લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ જામ નામનો શખ્સ ફટાકડા ફોડી રહ્યો હતો, ત્યારે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. મૃત્યું પામનાર યુવાન બાજુના ભાગમાં આવેલ લાભનગર-2 સોસાયટીમાં રહેતો હતો. ત્યાંથી સમજાવવા માટે ગયો હતો અને તેને મોત મળ્યું છે. હાલમાં જે આરોપીની ધરપકડ કરેલ છે. તેની ઉપર અગાઉ પ્રોહિબિશન, મારા મારી સહિતના આઠ જેટલા ગુના નોંધાયેલ છે અને તેની સામે હદપારી સહિતના પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે.

દિવાળીના તહેવાર પહેલા ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટમાં યુવાની હત્યા કરવામાં આવેલ છે. જેથી કરીને હાલમાં ગઢવી પરિવારમાં શિકનું મોજું ફરી વળ્યું છે. જો કે, પોલીસે આરોપીને કોરટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news