યોગી આદિત્યનાથે લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની મુલાકાત, હવે રાષ્ટ્રપતિ લેશે મુલાકાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે આવશે.

યોગી આદિત્યનાથે લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની મુલાકાત, હવે રાષ્ટ્રપતિ લેશે મુલાકાત

કેવડિયા: ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણી સાથે ટોચના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરાયા બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની UP CM યોગીએ મુલાકાત લીધી હતી. તેમણે ફલાવર ઓફ વેલીનું પણ નિરીક્ષણ કર્યુ હતું અને સેલ્ફી શોટ પણ આપ્યો હતો. તેમની સાથે CM રૂપાણી પણ જોડાયા હતા. બાદમાં તેમનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે પહોંચ્યો હતો. અને UP CM યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉદ્યોગપતિઓ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે આવશે. નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે તે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબના દર્શન કર્યા હતા. 

વિજય રૂપાણીએ કહ્યું હતું  કે, આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news