જમ્મુ-કાશ્મીર કલમ-370: લશ્કરની હિટ લિસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ, વિરાટ કોહલીનું નામ

લશ્કરે પોતાનું નવું નામ ઓલ-ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી નવા નામથી સક્રિય થયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે. આ હિટ લિસ્ટ NIA ઓફિસને મોકલવામાં આવ્યું છે. મોકલનારાના નામના સ્થાને ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબા હાઈ પાવર કમિટિ, કોઝીકોડ, કેરળ લખ્યું છે. 

જમ્મુ-કાશ્મીર કલમ-370: લશ્કરની હિટ લિસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ, વિરાટ કોહલીનું નામ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય દબાણથી ખુદને બચાવવા માટે લશ્કર-એ તૈયબાએ નવી ચાલ રમી છે. આ આતંકવાદી સંગઠને પોતાનું નામ બદલી લીધું છે. લશ્કરે પોતાનું નવું નામ ઓલ-ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા રાખ્યું છે. 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી નવા નામથી સક્રિય થયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં ભારતની અનેક હસ્તીઓના નામનો સમાવેશ થાય છે. લશ્કરની હિટ લિસ્ટમાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામનો સમાવેશ થાય છે. લશ્કર સુરક્ષા દળો દ્વારા મારવામાં આવેલા આતંકવાદીઓનો બદલો લેવા માગે છે. 

આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ક્રિકેટરનું નામ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં આવ્યું છે. આ હિટ લિસ્ટ NIA ઓફિસને મોકલવામાં આવ્યું છે. મોકલનારાના નામના સ્થાને ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબા હાઈ પાવર કમિટિ, કોઝીકોડ, કેરળ લખ્યું છે. 

આ લિસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા સત્યપાલ મલિક, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સિતારમણ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસના ચીફ મોહન ભાગવતના નામનો સમાવેશ થાય છે. 

સમાચાર એજન્સી IANSના અનુસાર એનઆઈએ દ્વારા આ લિસ્ટ બીસીસીઆઈને પણ મોકલી આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસને ભારત-બાંગ્લાદેશની શ્રેણીની મેચ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષામાં વધારો કરવા સુચના આપવામાં આવી છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news