વડોદરાનું દંપતી દાદા-દાદી બનવાની ખુશીમાં ન્યૂઝીલેન્ડ ગયુ હતું, આતંકીએ આખો પરિવાર વિખેરી નાંખ્યો

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદો પર થયેલાં હુમલાના બનાવમાં વડોદરાના પિતા-પુત્ર લાપત્તા હોવાનું જાણવા મળેલ છે. વડોદરાના બે સહિત કુલ 9 ભારતીયો હાલ લાપત્તા હોવાનું ભારતીય રાજદ્વારી દ્વારા જાહેર કરાયું છે. વડોદરાના બે વ્યક્તિઓ પણ આ હુમલા બાદ લાપતા હોવાની વિગતો બહાર આવી છે. ઝી 24 કલાકની ટીમે વડોદરાના લાપતા પરિવારના સભ્યોના સાથે ખાસ વાત કરી હતી. વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના પુત્ર રમીઝને ત્યાં ગયા હતા અને મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા. તે દરમિયાન બને પિતા પુત્ર લાપતા હોવાની વિગતો બહાર આવી છે.

Updated By: Mar 16, 2019, 11:46 AM IST
વડોદરાનું દંપતી દાદા-દાદી બનવાની ખુશીમાં ન્યૂઝીલેન્ડ ગયુ હતું, આતંકીએ આખો પરિવાર વિખેરી નાંખ્યો

તૃષાર પટેલ/વડોદરા :ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદો પર થયેલાં હુમલાના બનાવમાં વડોદરાના પિતા-પુત્ર લાપત્તા હોવાનું જાણવા મળેલ છે. વડોદરાના બે સહિત કુલ 9 ભારતીયો હાલ લાપત્તા હોવાનું ભારતીય રાજદ્વારી દ્વારા જાહેર કરાયું છે. વડોદરાના બે વ્યક્તિઓ પણ આ હુમલા બાદ લાપતા હોવાની વિગતો બહાર આવી છે. ઝી 24 કલાકની ટીમે વડોદરાના લાપતા પરિવારના સભ્યોના સાથે ખાસ વાત કરી હતી. વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના પુત્ર રમીઝને ત્યાં ગયા હતા અને મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા. તે દરમિયાન બને પિતા પુત્ર લાપતા હોવાની વિગતો બહાર આવી છે.

રમીઝ વોરા ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે છેલ્લા નવ વર્ષથી પોતાની પત્ની ખુશ્બુ સાથે રહે છે. તેઓના નવ વર્ષના લગ્નજીવન બાદ રમીઝની પત્નીએ તાજેતરમાં જ બાળકીને જન્મ આપ્યો છે. પુત્રને ત્યાં દીકરીનો જન્મ થયા બાદ વડોદરા રહેતા આરીફભાઈ પુત્રવધુની ખબર જોવા માટે પચીસ દિવસ પહેલા ન્યુઝીલેન્ડ ગયા હતા. ગઈ કાલે આરીફભાઈ અને પુત્ર રમીઝ જયારે નમાજ અદા કરવા માટે મસ્જિદમાં ગયા હતા, ત્યારે જ હુમલાનો બનાવ બન્યો હતો. હુમલાના બનાવ બાદ હજી સુધી પિતા-પુત્રની કોઈ ખબર ન મળતા વડોદરા ખાતે રહેતો તેમનો પરિવાર ચિંતીત છે.

28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટોન ટેરન્ટે ગઈકાલે ન્યૂઝીલેન્ડના સાઉથ આઈલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં સેમી-ઓટોમેટિક ગનથી હુમલો કર્યો હતો. મસ્જિદમાં થયેલાં અંધાધૂધ ગોળીબારનો વીડિયો ભારે વાઈરલ થયો છે. આ દુર્ઘટનામાં 49 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત લિનવૂડ મસ્જિદમાં પણ ફાયરિંગ થયું હતું. ન્યૂઝિલેન્ડની પોલીસે આ બનાવમાં 1 મહિલા અને 3 પુરુષો મળી કુલ 4 જણાંની ધરપકડ કરી છે. વિશ્વભરમાં આજે આ ઘટનાની નિંદા થઈ રહી છે. 

આ ઘટનામાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી મેમણ કોલોનીમાં રહેતા મોહસીનભાઈ વોરાએ ઝી 24 કલાક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આરીફભાઈ વોરા (ઉં.વ.58) ઇન્સ્યોરન્સ એજન્ટ છે. તેમનો પુત્ર રમીઝ વ્હોરા (ઉં.વ. 28) છેલ્લાં 9 વર્ષથી ક્રાઈસ્ટચર્ચમાં રહે છે. તે સ્ટુડન્ટ વીઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો અને ત્યાં જ નોકરી કરી રહ્યો હતો. ઘટના બાદ ભાભી અને પુત્રવધુ ઘરે છે અને તેમને હજી કોઈ જ ખબર મળ્યાં નથી.

આરીફભાઈ અને પુત્ર રમીઝના લાપતા થયા અહેવાલ બાદ વડોદરા ખાતે રહેતા તેમના પરિજનોમાં મહિલાઓની હાલત વધારે ચિંતિત બની છે. ઘરની મહિલા સભ્યોએ છેલ્લા કેટલા કલાકોથી પાણી સુદ્ધાં નથી પીધું. તેઓ પિતા પુત્ર બંને સલામત મળી આવે એ માટે સતત દુઆ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડના ભારતીય દૂતાવાસ દ્વારા આ દુર્ઘટનામાં 9 ભારતીયો લાપતા હોવાની પુષ્ટી કરી છે.