વડોદરા: 7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલના માલિક અને મેનેજરની ધરપકડ

ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. ત્યારે આ અંગે ડભોઇ ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ ચોક્કસ બાતમીને આધારે આરોપી હસન અબ્બાસ હોટલ માલિક હોટલના મેનેજરની ધરપકડ કરી છે. વડોદરાની દર્શન હોટલને નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી.  

Updated By: Jun 18, 2019, 11:54 PM IST
વડોદરા: 7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલના માલિક અને મેનેજરની ધરપકડ

ચિરાગ દોશી/વડોદરા: ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. ત્યારે આ અંગે ડભોઇ ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ ચોક્કસ બાતમીને આધારે આરોપી હસન અબ્બાસ હોટલ માલિક હોટલના મેનેજરની ધરપકડ કરી છે. વડોદરાની દર્શન હોટલને નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી.

ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. તે વડોદરાની દર્શન હોટલને આજરોજ નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી.  શુક્રવારના રોજ બનેલી ગોઝારી ઘટના બાદ વડોદરાના ડભોઇ દર્શન હોટેલ ખાતે ખારકુવો સાફ કરવા માટે ઉતરેલા સાત જેટલા સફાઈ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા.

રાજ્યના 182 તાલુકાઓમાં વરસાદ, ગીર-સોમનાથ અને પાટણમાં અનરાધાર

આજ રોજ જિલ્લા કલેકટરના આદેશથી નાયબ કલેકટર હેમાશું પરીખ દ્વારા હોટલ દર્શનને સીલ મારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડભોઈથી વડોદરા વચ્ચે આવતી તમામ હોટલ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ફાયર સેફટી અને સુરક્ષાના સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે હોટલમાં સુરક્ષાના સાધનો ન હોતા તેઓને તાત્કાલિક અસરથી વસાવાની ફરજ પાડવામાં આવી હતી.

ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતું અટકાવવા માટે ડીજીપીનો મહત્વનો નિર્ણય

બીજી બાજુ ડભોઇ પોલીસ દ્વારા પણ 4 ટીમો બનાવી હોટલ માલિકના રહેણાંક સ્થળે તેમજ તેઓની બીજી બ્રાન્ચ ઓફ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને ડીવાયએસપી દ્વારા ચોક્કસ બાતમીને આધારે હોટલના માલિક હસન અબ્બાસ અને હોટલના મેનેજરની ધરપકડ કરી લીધી છે.