કાનુન કે હાથ લંબે હોતે હૈ! વાપીમાં ગળું કાપી હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે ઝડપાયો

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા કોચરવા ગામના કુંભાર ફળિયામાં વર્ષ 2012માં એક યુવકની હત્યા થઈ હતી. ગળું કાપી અને યુવકની થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ હતી.

કાનુન કે હાથ લંબે હોતે હૈ! વાપીમાં ગળું કાપી હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે ઝડપાયો

નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લા એસઓજી પોલીસે હત્યાના ગુનામાં 11 વર્ષથી નાસતા ફરતા એક હત્યારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કોચરવામાં એક યુવકનું ગળું કાપી અને હત્યા કરી આરોપી ફરાર હતો. બાર વર્ષની પોલીસ તેને ઝડપવા પ્રયાસ કરી હતી અને આરોપીની ધરપકડ માટે રૂપિયા 10 હજારના ઈનામ પણ જાહેર કર્યું હતું. 

આખરે 11 વર્ષે વલસાડ એસ. ઓ.જી પોલીસે દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. કાનૂનના હાથ લાંબા હોય છે. આરોપી ગમે તેટલું છુપાવવાનો પ્રયાસ કરે છે, પણ જો નિષ્ઠાવાન પોલીસ મનમાં ઠાની લે તો પછી આરોપીને પાતાળમાંથી પણ દબોચી લે છે. વાપીનો હત્યારો આરોપી કઈ રીતે 12 વર્ષ બાદ ઝડપાયો? શું છે આ સમગ્ર મામલો?

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા કોચરવા ગામના કુંભાર ફળિયામાં વર્ષ 2012માં એક યુવકની હત્યા થઈ હતી. ગળું કાપી અને યુવકની થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણતા જ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે મૃતક કુશપ્રસાદ સાહુ હતો .જેનું કોઈ અગમ્ય કારણોસર ગળું કાપી અને હત્યા થઈ હતી. 

આ મામલે જે તે સમયે પોલીસે તપાસ કરતા કુશ પ્રસાદ શાહું ની હત્યા તે જ વિસ્તારમાં રહેતા પંકજ રાય ઉર્ફે પાંચું બિલ્લુ નામના આરોપીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપવા પ્રયાસ કર્યા હતા. પરંતુ પોલીસને સફળતા મળી ન હતી .આખરે 11 વર્ષ બાદ આ હત્યારા ને પોલીસે દબોચી લીધો છે. 

જોકે 11 વર્ષથી વલસાડ પોલીસ ને હાથતાળી આપતો આરોપી પંકજ ને ઝડપવા વલસાડ પોલીસે કરેલી મહેનતને સલામ કરવા જેવી છે. બિહારથી લઇને ભરૂચ સુધી સતત આરોપીનું પગેરું મેળવા વલસાડ એસઓજીએ કેવી સખત મહેનત કરીને સમગ્ર કેસ ઉકેલ્યો. આરોપી પંકજ રાય મૃતક કુશ પ્રસાદ શાહુની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. 

હત્યારનું કારણ મૃતક કુશ સાહુના આરોપી પંકજ રાયની પત્ની સાથે આડા સંબંધ હોવાનું વહેમ રાખી આરોપી પંકજ રાય એ મૃતકને કોચરવાના કુંભાર ફળિયામાં આવેલા તળાવના કિનારે લઈ ગયો હતો અને ત્યાં તેનું ગળું કાપી અને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ આરોપીના વતન બિહારમાં પણ આરોપીને ઝડપવા અનેક વખત પ્રયાસો કર્યા હતા. 

જોકે તેમ છતાં આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ હત્યારા આરોપીને ઝડપવામાં મદદ કરનાર વ્યક્તિને 10,000 રૂપિયાનું ઇનામની પણ જાહેરાત કરી હતી. તેમ છતાં 11 વર્ષ સુધી આરોપી પોલીસને હાથતાડી આપી રહ્યો હતો. આખરે એસ ઓ જી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે હત્યારા ઇનામી આરોપી પંકજ રાયની ભરૂચ અને અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલી એક હોટલમાંથી દબોચી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.

પતિ પત્ની ના સંબ્ધ માં જયારે પણ વો ની એન્ટ્રી થાય છે ત્યારે ગમે તેટલા જુના લગ્ન સંબધો ને તૂટતાં વાર લાગતી નથી. ત્યારે આ કિસ્સામાં પણ આરોપીની પત્નીના લગ્નેતર સંબંધો મૃતક સાથે હતા. જેથી જ ઉશ્કેરાયેલા પંકજે પ્લાન ઘડી કુશની હત્યા કરી હતી. કહેવાય છે કે કુદરત કે ઘર દેર હૈ અંધેર નહિ...આરોપીઓ ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ તેમ છતાં કાયદાની ચુંગાલમાં આવે જ છે. 

વહેલા મોડા પણ આરોપીઓને તેમના કર્યાની સજા મળે જ છે. આ કિસ્સામાં પણ યુવકની ગળું કાપી હત્યા કરી 11 વર્ષ સુધી ફરાર રહેતા હત્યારા ઇનામી આરોપીને પોલીસે 11 વર્ષ સુધી ઝડપવા પ્રયાસ કર્યા અને આખરે પોલીસને સફળતા મળી છે. અત્યારે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news