ઘી વેચવા આવતી મહિલા દેરાણી-જેઠાણીને નકલી સોનુ પધરાવી ગઈ, 6 લાખનુ કરી ગઈ

છેતરાવાની વાત હોય ત્યારે મહિલાઓ સૌથી વધુ છેતરાતી હોય છે. ઘરે વસ્તુઓ વેચવાના બહાને અનેક મહિલાઓ સાથે ઠગાઈ થતી હોય છે. જેના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. લોકોની વાતોમાં આવી જતી મહિલાઓ ક્યારેક દાગીના તો ક્યારેક ઘરનો સામાન ગુમાવે છે. પરંતુ ગાંધીનગરના દહેગામમાં દેરાણી-જેઠાણી એકસાથે છેતરાયાનો કિસ્સો બન્યો છે. 
ઘી વેચવા આવતી મહિલા દેરાણી-જેઠાણીને નકલી સોનુ પધરાવી ગઈ, 6 લાખનુ કરી ગઈ

ગાંધીનગર :છેતરાવાની વાત હોય ત્યારે મહિલાઓ સૌથી વધુ છેતરાતી હોય છે. ઘરે વસ્તુઓ વેચવાના બહાને અનેક મહિલાઓ સાથે ઠગાઈ થતી હોય છે. જેના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. લોકોની વાતોમાં આવી જતી મહિલાઓ ક્યારેક દાગીના તો ક્યારેક ઘરનો સામાન ગુમાવે છે. પરંતુ ગાંધીનગરના દહેગામમાં દેરાણી-જેઠાણી એકસાથે છેતરાયાનો કિસ્સો બન્યો છે. 

બન્યુ એમ હતું કે, દહેગામના બહિયલ ગામ ખાતે રહેતા હાજરાબીબી હારૂનમિયા મલેકને ત્યાં ગોગીબેન (Gogiben) નામની મહિલા એક વર્ષથી ઘી વેચવા આવતી હતી. ગેનીબેન વર્ષોથી આ પરિવારને ઘી વેચતી હતી. ત્યારે તેણે હાજરાબીબીની કહ્યુ હતુ કે, તેની સાથે રહેતી ત્રણ મહિલાઓને રૂપિયાની જરૂર હોઈ પોતાનુ સોનુ વેચવુ હોય તેવુ જણાવ્યુ હતું. જેથી હાજરાબીબી અને તેની દેરાણી આ સોનુ લેવા તૈયાર થઈ હતી. ગોગીબેને તેઓને સસ્તામાં સોનુ અપાવવાની વાત કરી હતી. 

જેથી ગોગીબેન 2 જૂનના રોજ હાજરાબીબી પાસે ઘી વેચવા આવી હતી, ત્યારે તે તેની સાથે તેણે સોનુ પધરાવ્યુ હતુ. હાજરાબીબી અને તેની દેરાણીએ લગભગ 6 લાખ રૂપિયામા સોનુ ખરીદ્યુ હતું. 150 ગ્રામની લગડી 6 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. જે પાછળથી નકલી હોવાનુ ખૂલ્યુ હતું. આમ, લાલચમાં આવીને દેરાણી-જેઠાણી છેતરાયા હતા. 

પરિવારે આ વિશે દહેગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ચાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તમામની ધરપકડ કરીને તેમની પાસેથી 3,43,000 રૂપિયા રિકવર કર્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news