ત્રિપલ તલાકની આ ઘટના સાંભળી ચોંકી ઉઠશો, માણસ આટલો નિષ્ઠુર કઇ રીતે હોઇ શકે?

શહેરના ગુંદલાવ રહેતી એક મુસ્લિમ પરિણીતાને 3 દીકરીઓને જન્મ આપતા પતિએ તલાક આપ્યા હોવાથી મહિલા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. દેશમાં ટ્રિપલ તલાક પ્રથા વિરુદ્ધ ભાજપ સરકારે કાયદો પસાર કર્યો છે. ટ્રિપલ તલાક આપનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલણ શહેર નજીક આવેલા ગુંદલાવના દાયલ નગર ખાતે રહેતા એક મુસ્લિમ યુવકે લગ્નના 11 વર્ષ બાદ તેની પત્નીએ 3 દીકરીઓને જન્મ આપતા પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક કહી મહિલાને છૂટી કરી મુકતા લાચાર બનેલી મુસ્લિમ મહિલા 15 દિવસની બાળકી સાથે ન્યાય મેળવવા સીટી પોલોસ મથકે આવેલા મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી પહોંચી હતી. 

Updated By: Sep 3, 2021, 09:12 PM IST
ત્રિપલ તલાકની આ ઘટના સાંભળી ચોંકી ઉઠશો, માણસ આટલો નિષ્ઠુર કઇ રીતે હોઇ શકે?

ઉમેશ પટેલ/વલસાડ : શહેરના ગુંદલાવ રહેતી એક મુસ્લિમ પરિણીતાને 3 દીકરીઓને જન્મ આપતા પતિએ તલાક આપ્યા હોવાથી મહિલા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. દેશમાં ટ્રિપલ તલાક પ્રથા વિરુદ્ધ ભાજપ સરકારે કાયદો પસાર કર્યો છે. ટ્રિપલ તલાક આપનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલણ શહેર નજીક આવેલા ગુંદલાવના દાયલ નગર ખાતે રહેતા એક મુસ્લિમ યુવકે લગ્નના 11 વર્ષ બાદ તેની પત્નીએ 3 દીકરીઓને જન્મ આપતા પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક કહી મહિલાને છૂટી કરી મુકતા લાચાર બનેલી મુસ્લિમ મહિલા 15 દિવસની બાળકી સાથે ન્યાય મેળવવા સીટી પોલોસ મથકે આવેલા મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી પહોંચી હતી. 

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 17 દર્દી સાજા થયા, 01 નાગરિકનું મોત

વલસાડના ગુંદલાવના દયાલ નગર ખાતે રહેતો શમશાદપીર અન્સારીએ 11 વર્ષ પહેલાં સાફિયા ખાતુન સાથે લગ્ન કર્યા હતા. 11 વર્ષના લગ્ન જીવનમાં બંને વચ્ચે 3 દીકરીને જન્મ આપ્યો હતો. જેમાં મોટી દીકરી 8 વર્ષની તેનાંથી નાની દીકરી 5 વર્ષની અને તાજેતરમાં 15 દિવસ પહેલા વધુ એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરાની ગેલસામાં પાગલ બનેલો શમશાદપીર અન્સારીએ પત્ની સાફિયા ખાતુનને તલાક તલાક તલાક કહીને લગ્ન જીવનમાંથી છૂટી કરી દીધી હતી. 

ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાન રાખજો! બિલ્ડરની ભુલના કારણે આખી સોસાયટી જેલમાં જાય તેવી શક્યતા

શમશાદ પીર અન્સારી ગુંદલાવ ખાતે કાપડની દુકાન ચલાવે છે. મહિલા પતિને વારંવાર સમજાવવા છત્તા પતિ માનતો ન હોવાથી શુક્રવારે છેવટે મહિલાએ સીટી પોલીસ મથકે આવેલા મહિલા પોલોસ સ્ટેશને ન્યાયની ગુહાર લગાવી હતી. પતિએ સામે મહિલા પોલીસ મથકે પતિએ ત્રણ વખત તલાક આપતા ફરિયાદ અરજી કરી હતી. હાલ તો આ મુદ્દે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube