મહિલા મિત્રો વધારવા યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું યુવકને પડ્યુ ભારે

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફેશન ડિઝાઈનર યુવતીના ફોટો મુકવા યુવકને ભારે પડ્યા છે. યુવકે ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફોટા અપલલોડ કરો બદનામ કરનાર શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. 

મહિલા મિત્રો વધારવા યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું યુવકને પડ્યુ ભારે

મૌલિક ધામેચા/અમદાવાદ: સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફેશન ડિઝાઈનર યુવતીના ફોટો મુકવા યુવકને ભારે પડ્યા છે. યુવકે ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફોટા અપલલોડ કરો બદનામ કરનાર શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. 

પોલીસ ગિરફતમાં આવેલા આ શખ્સનું નામ ઝુંબેર અન્સારી છે. ઝુંબેર અન્સારી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને આ શખ્સ પર આરોપ છે, કે તેને પોતાના મોબાઈલમાં J S નામની આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર બનાવી અલગ અલગ ફેસબુક માંથી યુવતીઓના ફોટો મેળવી પોતાના આઈડી પર મુકતો હતો.

લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારી પૂર્ણ, ગોઠવાયો ચુસ્ત પોલીસ ગોઠવાયો

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ઝુબેર માત્ર પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહિલા મિત્ર વધારે બને જેથી તેની પ્રસિદ્ધિ વધુ મળે તે હેતુથી આવું કૃત્ય કરતો હતો. અત્યાર સુધી ચારથી પાંચ યુવતીઓના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેંની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news