દૂધ સાથે કેળા ખાતા હોવ તો સાવધાન! જાણો કઈ કઈ વસ્તુઓ દૂધ સાથે ખાવી જોઈએ નહીં

આયુર્વેદ એક્સપર્ટનું માનવું છે કે દૂધ આમ તો પૌષ્ટિક આહાર છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ખાવા પીવાથી બચવું જોઈએ. કારણ કે કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દૂધ સાથે ખાવાથી તેની તાકાત ખતમ થાય છે અને  તેને ઝેરી પણ બનાવે છે. 

દૂધ સાથે કેળા ખાતા હોવ તો સાવધાન! જાણો કઈ કઈ વસ્તુઓ દૂધ સાથે ખાવી જોઈએ નહીં

આયુર્વેદ એક્સપર્ટનું માનવું છે કે દૂધ આમ તો પૌષ્ટિક આહાર છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ખાવા પીવાથી બચવું જોઈએ. કારણ કે કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દૂધ સાથે ખાવાથી તેની તાકાત ખતમ થાય છે અને  તેને ઝેરી પણ બનાવે છે. 

દૂધ સાથે આ વસ્તુઓના સેવનથી બચવું
આયુર્વેદમાં ખાણીપીણીના કેટલાક નિયમો છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તમે ગમે તેટલું ખાઓ પીઓ પરંતુ શરીરને કોઈ ખાસ ફાયદો થતો નથી. ખાસ કરીને ફૂડ કોમ્બિનેશનનું ધ્યાન જરૂર રાખવું જોઈએ નહીં તો હેલ્ધી ફૂડ્સ પણ તમને બીમાર કરી શકે છે. ઉદાહરણ તરીકે દૂધ હેલ્ધી છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય બગાડી શકે છે. 

માછલી
દૂધ સાથે માછલી એક ખતરનાક કોમ્બિનેશન છે અને ડોક્ટરોનું માનવું છે કે તેનાથી તમને સ્કીમ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

ખાટા ફળ
દૂધ સાથે ખાટા ફળો જેમ કે લીંબુ, સંતરા, મૌસંબી પણ ખાવા જોઈએ નહીં કારણ કે તે વિરુદ્ધ આહાર ગણાય છે. તેને દૂધ સાથે ખાવાથી તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

ખમીર બ્રેડ
ખમીર બ્રેડને દૂધ સાથે ખાવાથી પેટમાં બેચેની થઈ શકે છે. અને અસંતુલન પેદા થઈ શકે છે. 

કેળા
દૂધ સાથે કેળા ખાવાનું અનેક લોકોને ખુબ ગમતું હોય છે. પરંતુ આ કોમ્બિનેશન કફ પેદા કરી શકે છે. અને ગળામાં  બેચેની થઈ શકે છે. 

તરબૂચ કે સક્કરટેટી
આ કેટેગરીના કોઈ પણ ફળ દૂધ સાથે ન ખાવા જોઈએ નહીં તો પાચન સંબંધિત અનેક વિકારોને તે જન્મ આપી શકે છે. 

મૂળા જેવા શાક
મૂળા કે શલજમ જેવી મૂળિયાવાળી શાકભાજીને દૂધ સાથે ખાવા જોઈએ નહીં કારણ કે પાચનમાં મુશ્કેલી પડે છે. આ સાથે જ પાચન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. 

આ ચીજો પણ ન ખાવી જોઈએ
એક્સપર્ટના જણાવ્યાં મુજબ આ ઉપરાંત દૂધ સાથે મીટ, લીલા પાંદડાવાળા શાકભાજી, મીઠું વગેરે પણ ખાવાથી બચવું જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news