Health Tips: દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ ન કરતા, નહીં તો કરશે ઝેરનું કામ
આમ તો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોકમાં લખ્યું છે કે દિવસમાં કયા સમયે પાણી પીવું યોગ્ય છે અને કયા સમયે પાણી પીવું એ ઝેર સમાન છે. આવો આપણે જાણીએ કે દિવસમાં કયા સમયે પાણી પીવાથી વ્યક્તિએ બચવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: જીવન દર્શનના જ્ઞાતા ચાણક્યની નીતિઓ અંગે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં તેમની નીતિઓનું પાલન કરે છે તેમને ક્યારેય દગો મળતો નથી. પોાતની નીતિઓમાં આચાર્ય ચાણક્યે કહ્યું છે વ્યક્તિએ કેવી રીતે પોતાનું જીવન વિતાવવું જોઈએ. જીવનમાં ચઢાવ ઉતાર આવવા એ સામાન્ય છે. પરંતુ આ પરિસ્થિતિઓમાં ચાણક્યની નીતિઓનું પાલન કરનારી વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.
આમ તો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોકમાં લખ્યું છે કે દિવસમાં કયા સમયે પાણી પીવું યોગ્ય છે અને કયા સમયે પાણી પીવું એ ઝેર સમાન છે. આવો આપણે જાણીએ કે દિવસમાં કયા સમયે પાણી પીવાથી વ્યક્તિએ બચવું જોઈએ.
ચાણક્ય કહે છે કે..
अजीर्णे भेषज वारि जीर्ण वारि बलप्रदम।
भोजने भोजने चमरुत वारि भोजनान्ते विषप्रदम ।
ચાણક્ય નીતિના આઠમા અધ્યાયના સાતમા શ્લોકમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભોજન કર્યા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં. આ દરમિયાન જે પાણીનું સેવન કરે છે તે વિષપાન કરવા સમાન છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાનું પચે ત્યારબાદ જ પાણીનું સેવન કરવું સારું છે. તેનો અર્થ એ થયો કે ભોજન કર્યા બાદ એક કે બે કલાક બાદ પાણી પીવું એ શરીર માટે સારું છે.
ભોજન કર્યા બાદ તરત પાણી પીવાથી ભોજન પચવામાં સમસ્યા થાય છે. જેનાથી આગળ જઈને વ્યક્તિને પેટ સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ભોજન સંપૂર્ણ રીતે પચે ત્યારબાદ જ પાણી પીવો તો તે અમૃત સમાન બને છે. તેનાથી શરીરને શક્તિ મળે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
જે વ્યક્તિ આ નીતિનું પાલન કરે છે તેનું જીવન સ્વસ્થ રહે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે