ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાની છલાંગ, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

આઈસીસીએ જાહેર કરેલા તાજા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા નંબર-1 પર પહોંચી ગયો છે.

Updated By: Jun 23, 2021, 03:50 PM IST
ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાની છલાંગ, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. નવા રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે. ટોપ-10માં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ડીકોકની એન્ટ્રી થઈ છે. ડી કોકે હાલમાં વિન્ડીઝ સામે સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાએ છલાંબ લગાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડર જાડેજા નંબર-1 બની ગયો છે. 

ડીકોક બે સ્થાનની છલાંબ સાથે 10માં ક્રમે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે, જ્યારે માર્નસ લાબુશેન ત્રીજા સ્થાને છે. પાંચમાં સ્થાને જો રૂટ છે. રોહિત શર્મા છઠ્ઠા અને રિષભ પંત સાતમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલ્સ આઠમાં સ્થાને, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર નવમાં સ્થાને છે. 

આ પણ વાંચોઃ Dhoni નો નવો Look જોઈને ઉડી જશે તમારા હોશ, ઝીવા સાથે માણી રહ્યાં છે વેકેશનની મજા

ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં જાડેજા નંબર-1
આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં જેસન હોલ્ડરે ખરાબ પ્રદર્શન કર્યું અને તેણે નંબર-1નું સ્થાન ગુમાવી દીધું છે. જાડેજાના 386 રેટિંગ પોઈન્ટ છે. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને બેન સ્ટોક્સ અને ચોથા સ્થાને ભારતીય સ્પિનર આર અશ્વિન છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પાંચમાં સ્થાને છે. 

બોલરોના રેન્કિંગમાં પેટ કમિન્સ પ્રથમ ક્રમે
ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર પેટ કમિન્સ છે. બીજા સ્થાને આર અશ્વિન છે. ત્રીજા સ્થાને ટિમ સાઉદી અને ચોથા સ્થાને જોશ હેઝલવુડ છે. પાંચમાં સ્થાને નીલ વેગનર અને ત્યારબાદ કગિસો રબાડા છે. સાતમાં સ્થાને સ્ટુઅર્ટ બ્રોડ અને આઠમાં સ્થાને જેમ્સ એન્ડરસન છે. નવમાં સ્થાને મિશેલ સ્ટાર્ક અને 10માં સ્થાને જેસન હોલ્ડર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube