વીમા કંપની News

કોરોનાના બીકે ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી ભરાઈ, 3 મહિનામાં 7.05 લાખ લોકોએ જીવન વીમો
કોવિડ 19નો ડર લોકોમાં એટલો પ્રસરી ગયો છે કે, અનેક લોકોને નજર સામે મોત દેખાઈ રહ્યું છે. કોવિડ ૧૯ ના કહેરના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ તરફ વળ્યા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની નવી ઇન્કવાયરીમાં 5૦ ટકાનો વધારો થયો છે. ૧૦૦ ગ્રાહકો પૈકીના ૬૦ ટકા ગ્રાહકો કોવિડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સની ઇન્કવાયરી કરી રહ્યાં છે. કોવિડ પોલિસી માટે લોકોનો ધસારો વધારો છે. તો બીજી તરફ, કોરાનાના ડરે હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ કંપનીઓને બખ્ખા થઈ ગયા છે. અનેક કંપનીઓએ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની નવી પોલીસી લોન્ચ કરી છે. ૪ મહિના ૬ મહિના અને વર્ષની પોલીસી લોન્ચ કરાઇ છે. 
Jul 24,2020, 8:43 AM IST
મોટો ખુલાસો : નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા નથી ચૂકવવા
હાલ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની સામે પાકની નુકશાની સહન કરી રહ્યા છે. તો બીજી તરફ, ખેડૂતોને કોઈ પ્રકારની સરકારી મદદ કે પછી વળતર ચૂકવાયું નથી. ત્યારે ઝી 24 કલાક દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોને પાકવીમા ન ચૂકવવા પડે તે માટે વીમા કંપનીઓ પાછીપાની કરી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના સુત્રો અનુસાર ત્રણ થી વધુ કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આખુ વર્ષ ખેડૂતો પાસેથી ઈન્સ્યોરન્સના રૂપિયા લઈને હવે જ્યારે ચૂકવવાની વાત આવી ત્યારે વીમા કંપનીએ મોટું નુકસાન થતો હોવાનો દાવો કર્યો છે. આમ, નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા ચૂકવવા નથી. 
Nov 15,2019, 15:10 PM IST

Trending news