તમને દારૂનું વ્યસન હોય અને અચાનક બંધ કરી દો તો શું થાય જાણી લો, શરીરને થશે નુક્સાન
Anxiety & Depression: મદિરા પાન કરવું તે ખરાબ આદત છે દારૂ સારા સ્વાસ્થ્યનો દુશ્મન માનવામાં આવે છે. જ્યારે દારૂ પીવાની સાઈડ ઈફેક્ટ શરૂ થાય છે ત્યારે ઘણા લોકો અચાનકથી મદિરા પાન બંધ કરી દે છે. આમ કરવાથી શરીરને નુકસાન થાય છે શું નુકસાન થાય છે જાણો....
Trending Photos
Anxiety & Depression: મદિરા પાન કરવું તે ખરાબ આદત છે દારૂ સારા સ્વાસ્થ્યનો દુશ્મન માનવામાં આવે છે. જ્યારે દારૂ પીવાની સાઈડ ઈફેક્ટ શરૂ થાય છે ત્યારે ઘણા લોકો અચાનકથી મદિરા પાન બંધ કરી દે છે. આમ કરવાથી શરીરને નુકસાન થાય છે શું નુકસાન થાય છે જાણો....
મદિરા પાન કરવાથી શરીરને નુકસાન થાય છે તેવી ચેતવની તમે ઘણી જગ્યાએ વાંચી હશે. ઘણા લોકો ખૂબ વધુ માત્રામાં મદિરા પાન કરે છે તો કેટલાક લોકો ક્યારેક ક્યારેક મદિરા પાન કરે છે. આપણું શરીર એક કલાકમાં માત્ર એક ડ્રિંક અને એક દિવસમાં માત્ર 3 ડ્રિંકન પચાવી શકે છે પરંતુ એકથી વધારે ડ્રિંક પીવું તે ખરાબ માનવામાં આવે છે. જ્યારે દારૂ પીવાથી કોઈ વ્યક્તિને તકલીફો શરૂ થાય છે ત્યારે તે વ્યક્તિ ડ્રિંક કરવાનુ બંધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે અચાનક મદિરા પાન બંધ કરવાથી શું થાય છે?
તમે અચાનક મદિરા પાન બંધ કરી દો તો શું થાય છે?
જો તમે દારૂ નહીં પીવાનું મન બનાવી ચૂક્યા છો તો પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો કેમ કે જો શરીરને લાંબા સમયથી મદિરાની આદત છે તો અચાનક આલ્કોહોલનું સેવન બંધ કરવાથી શરીરનું તંત્ર બગડી જાય છે. ડોક્ટર તમને દારૂ છોડવાની સાચી રીત બતાવશે. જ્યારે તમે અચાનક દારૂનું સેવન બંધ કરી દો છો ત્યારે તમારા શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.
આ પણ વાંચો:
Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
Income Tax: આ વખતે કેટલો રહેશે તમારો ઈન્કમ ટેક્સ? આ રીતે ઝડપથી કરો ગણતરી
બુધવારે કરી લો આ ખાસ કામ, આર્થિક ઉન્નતિ સાથે દરેક સમસ્યાઓનું મળશે સમાધાન
ડિપ્રેશન
કોઈ વસ્તૂ પર ધ્યાન કેન્દ્રીત ના કરી શકવું
થાક લાગવો
ગભરાહટ
ચિડીયાપણું
ધ્રુજારી
વાતે વાતે ઈમોસ્નલ થઈ જવું
બ્લડ પ્રેશર વધવું
માથામાં દુખાવો થવો
ભૂખ ના લાગવી
પરસેવો આવવો
હાર્ટ બીટ વધવા લાગવા
ઊંઘ ન આવવી
મેન્ટલ હેલ્થ સારી થશે
જો તમે દારૂ નહીં પીવાનો નિર્ણય કરી ચૂક્યા છો તો તેનાથી તમારી મેન્ટલ હેલ્થમાં સુધારો થશે. રોજ વધુ પડતું દારૂનું સેવન કરવાથી માથામાં કેમિકલ્સના કામોમાં અળચણ આવી શકે છે જેના કારણે દિમાગની ઘણી બિમારીઓ થઈ શકે છે. આની જગ્યાએ તમે ડોક્ટરની સલાહ લઈને ધીમે ધીમે મદિરાનું સેવન બંધ કરો છો તો માથામાં રહેલા કેમિકલ્સ સારી રીતે કામ કરશે અને દિમાગ પણ સારી રીતે કામ કરશે.
આ સિવાય શરીરમાં વધુ એનર્જીનો અનુભવ થશે. ઊંઘ સારી રીતે આવશે, કામમાં ધ્યાન કેન્દ્રીત પણ કરી શકશો.
દારૂ પીવાનું બંધ કર્યા પછી કેટલા સમયમાં તમારૂ શરીર સામાન્ય થઈ જાય છે.
તમારી ઉંમર, વજન અને દારૂ પીવાની હેબિટ પર અસર કરે છે કે તમે કેટલા સમયમાં નોર્મલ થાવ છો. જો તમે પહેલાં ખૂબ વધુ માત્રામાં દારૂનું સેવન કર્યું હોય તો શરીરને નોર્મલ થવામાં ઘણાં મહિના લાગી શકે છે.
(Disclaimer: આ જાણકારી અભ્યાસના આધારે આપવામાં આવી છે. ZEE 24 kALAK કલાક કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી અને ના તો દારૂ પીવાની આદતને પ્રોત્સાહન આપે છે.)
આ પણ વાંચો:
હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી વધી ચિંતા...
Gas Leak Detector:ઘરમાં લગાવો આ ડિવાઈસ, ગેસ સિલિન્ડર લીકની કરશે જાણ
Watch Video: હોટ થવાના ચક્કરમાં ઉર્ફીએ બ્રાલેટ સાથે પહેર્યું એવું સ્કર્ટ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે