સાંસદો 5 સ્ટાર હોટલોમાં નહીં રોકાય, 350 સાંસદોના રહેવા માટે કરાઈ બીજી વ્યવસ્થા
Trending Photos
નવી દિલ્હી: સરકારે 350 સાંસદોના જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ન થાય અને તેમને સરકારી આવાસ ન મળે ત્યાં સુધી રહેવા માટે અસ્થાયી રીતે રહેવાની વ્યવસ્થા કરી છે. સૂત્રોએ આ જાણકારી શુક્રવારે આપી. નિયમો મુજબ લોકસભા ભંગ થાય તેના એક મહિનાની અંદર પૂર્વ સાંસદોએ પોતાને ફાળવેલા મકાનો ખાલી કરી નાખવાના હોય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત 25મી મેના રોજ 16મી લોકસભાને તત્કાળ પ્રભાવથી ભંગ કરી નાખી હતી. એનડીએ સરકારના બીજા કાર્યકાળ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી મંડળના અન્ય સભ્યોએ ગુરુવારે શપથ ગ્રહણ કરી. એક સૂત્રએ જણાવ્યું કે "સરકારે લગભગ 350 સાંસદોને રહેવા માટે અસ્થાયી રીતે વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી તેમને સરકારી મકાનની ફાળવણી ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં રહેશે."
2014માં સરકારની થઈ હતી ટીકા
સૂત્રએ જણાવ્યું કે જ્યાં સુધી નવા ચૂંટાઈ આવેલા સાંસદોને મકાનની ફાળવણી ન થાય ત્યાં સુધી તેઓ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાશે નહીં. વર્ષ 2014માં સરકારે શહેરની આલીશાન હોટલોમાં અસ્થાયી રીતે સાંસદોના રહેવાની કરેલી વ્યવસ્થાને લઈને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
જુઓ LIVE TV
જો કોઈ સાંસદ પોતાને ફાળવેલા મકાનને નક્કી સમય મર્યાદાની અંદર ખાલી ન કરે તો તેના વિરુદ્ધ સાર્વજનિક પરિસર અધિનિયમ 1971 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
300 સાંસદ એવા છે જે પહેલીવાર ચૂંટાઈ આવ્યાં
નવી લોકસભામાં 300 સાંસદ એવા છે જે પહેલીવાર સંસદના નીચલા ગૃહ માટે ચૂંટાઈ આવ્યાં છે. જેમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અને સ્મૃતિ ઈરાની, સૂફી ગાયક હંસરાજ હંસ, બાંગ્લા સિનેમાની અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાં રુહી વગેરે સામેલ છે. ગત લોકસભામાં 314 સાંસદ પહેલીવાર ચૂંટાઈ આવ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે