કેન્દ્ર સરકારે 250 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા, કિસાન આંદોલન મુદ્દે ફેલાવતા હતા અફવા
કારવાં મેગેઝિન અને એક્ટર સુશાંત સિંહના ટ્વિટર હેન્ડલને હોલ્ડ કરવામાં આવ્યા. કારવાં મેગેઝિન વિરુદ્ધ દિલ્હી પોલીસે ખોટા સમાચાર ફેલાવવાનો કેસ નોંધ્યો છે અને સુશાંત સિંહ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કિસાન આંદોલન (Farmers Protest) વચ્ચે પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરનાર પર સરકારે આકરા પગલા ભર્યા છે. આઈટી મંત્રાલયે ટ્વિટરને 250 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ તે તમામ એકાઉન્ટ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
#ModiPlanningFarmerGenocide હેશટેગથી ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે. શનિવારથી આ હેશટેગ ટ્રેન્ટમાં હતો. તેમાંથી ઘણા ટ્વીટ/ટ્વિટર એકાઉન્ટ વિદેશથી ચાલી રહ્યાં છે. સસ્પેન્ડ થનારા ઘણા એકાઉન્ટ/ટ્વીટ કિસાન યુનિયન અને કિસાન નેતાઓથી સંબંધિત પણ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આઈટી મંત્રાલયે ટ્વિટરને આ નિર્દેશ આપ્યો હતો.
કારવાં મેગેઝિન અને એક્ટર સુશાંત સિંહના ટ્વિટર હેન્ડલને હોલ્ડ કરવામાં આવ્યા. કારવાં મેગેઝિન વિરુદ્ધ દિલ્હી પોલીસે ખોટા સમાચાર ફેલાવવાનો કેસ નોંધ્યો છે અને સુશાંત સિંહ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યો હતો અને ઘણી ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. પ્રસાર ભારતીના CEOનું ટ્વિટર હેન્ડલ પણ હોલ્ડ કરવામાં આવ્યું. આ સંબંધમાં પ્રસાર ભારતીએ ટ્વિટર પાસે જવાબ માંગ્યો છે. સૂત્રો પ્રમાણે કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે