દિલ્હી સહિત આ રાજ્યોમાં Coronavirus થી એકપણ મોત નહીં, આ છે 24 કલાકના આંકડા

નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલ (Dr. VK Paul) એ કહ્યુ કે, આ ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કોઈ મોત થયા નથી. મહત્વનું છે કે દિલ્હી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંથી એક હતું. 

દિલ્હી સહિત આ રાજ્યોમાં Coronavirus થી એકપણ મોત નહીં, આ છે 24 કલાકના આંકડા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ લડાઈમાં ભારત ખુબ આગળ નિકળી ચુક્યુ છે. એક તરફ દેશમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે તો બીજીતરફ કોરોના સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, 33 રાજ્યોમાં કોરોના સંક્રમણના 5 હજારથી ઓછા એક્ટિવ કેસ રહી ગયા છે. 

આ રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નોંધાયા નથી. તેમાં રાજધાની દિલ્હી પણ સામેલ છે. 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા 3 સપ્તાહથી કોઈ મૃત્યુ થયા નથી. 

દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે કહ્યુ કે, આ ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ-19  (Covid-19) ને કારણે કોઈ મોત થયા નથી. મહત્વનું છે કે દિલ્હી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંથી એક હતું. દિલ્હીમાં કોરોનાનો સેકેન્ડ વેવ પણ આવી ચુક્યો છે. 

કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાં
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોરોના (corona) ના એક્ટિવ કેસ દોઢ લાખથી ઓછા રહી ગયા છે. હજુ પણ બે રાજ્ય કેરલ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ સક્રિય કેસોના 71 ટકા કેસ છે. કેરલમાં 45 ટકા સક્રિય એક છે. મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 3 ટકા, બંગાળમાં 3 ટકા, તમિલનાડુમાં 3 ટકા છે. 

આ દિવસે આપવામાં આવશે વેક્સિનનો બીજો ડોઝ
દેશમાં વેક્સિનેશનની પ્રગતિ વિશે જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, આ સમય સુધી 63,10,194 સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટ લાઇન વર્કર્સને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેને 13 ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવાની શરૂઆત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news