J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે.

Updated By: May 17, 2019, 09:39 AM IST
J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંન્ડર ખાલિદનું પણ મોત થયું છે. ત્યારે સુરક્ષા દળનો બે જવાન પણ શહીદ થયા છે. સાથે જ એક સામાન્ય નાગરીકનું પણ મોત થયું છે. 

વધુમાં લાંચો: પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી હારશે તો હું રાજીનામુ આપીશ: કેપ્ટન અમરિંદર સિંહ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુલવામા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા અને એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે. ત્યારે શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ ત્રણ આતંકીઓ માર્યા ગાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળને વિશ્વસનીય સૂચનાના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો ત્યારબાદ તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

વધુમાં લાંચો: પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ

અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળ એક મકાન અને તેની આસપાસથી સામાન્ય નાગરીકને બહાર કરી રહ્યાં હતા ત્યારે જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે દરમિયાન સેનાનો એક જવાન સંદીપ શહીદ થયો અને એક સામાન્ય નગારીક રઇસ ડારનું પણ મોત થયું છે.

વધુમાં લાંચો: EXCLUSIVE: મે ટ્રસ્ટી તરીકે પાંચ વર્ષ સુધી દેશની ચોકીદારી કરી: PM Modi

તેમણે જણાવ્યું કે, ત્યારબાદ સુરક્ષા દળએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. માર્યા ગેયલા આતંકીઓના મૃતદેહની સાથે હથિયાર અને દારૂગોળો પણ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓની ઓળખ કરીમાબાદ, પુલવામાનો રહેવાસી નસીર પંડિત, શોપિયાંનો રહેવાસી ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદના તરીકે કરવામાં આવી હતી.

વધુમાં લાંચો: ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી મોટી ભુલ

અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ રેકોર્ડ અનુસાર માર્યા ગયેલા આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદથી સંબંધિત હતા. તે સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા તેમજ સામાન્ય નાગરિકો પર અત્યાચાર કરવા સહિત આતંકવાદી ગુનાઓમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, નસીર પંડિતનું આતંકવાદી સંગઠનમાં સામેલ થયા પહેલા આતંકવાદી ગતિવિધિઓનો જુનો રેકોર્ડ હતો અને જૈશમાં સામેલ થયા બાદ વિસ્તારમાં આતંકવાદી હુમલા કરવા અને તેનું કાવતરૂ ઘડવાના સંબંધમાં તેની સામે ઘણા આતંકવાદી ગુનાહિત મામલા નોંધાયેલા છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...