યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ખીચોખીચ બસની બ્રેક ફેલ થતા ટ્રકમાં ઘૂસી ગઈ, 8ના મોત અનેક ઘાયલ 

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત સર્જાયો. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ખીચોખીચ બસની બ્રેક ફેલ થતા ટ્રકમાં ઘૂસી ગઈ, 8ના મોત અનેક ઘાયલ 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત સર્જાયો. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર અફરાતફરી મચી. લોકો દહેશતમાં આવી ગયાં. બૂમાબૂમના અવાજ સાંભળીને સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને પ્રશાસનિક અધિકારીઓ અને પોલીસને જાણ કરી. એક્સપ્રેસ વે પર અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને બચાવકર્મીઓની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

— ANI UP (@ANINewsUP) March 29, 2019

તમામ મૃતકોના મતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. જ્યારે  ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કહેવાય છે કે બસ આગરાથી નોઈડા આવી રહી હતી અને આ દરમિયાન યમુના એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ. 

બસની બ્રેક થઈ હતી ફેલ
શુક્રવારે સવારે આગરા તરફથી ગ્રેટર નોઈડા જઈ રહેલી મુસાફરો ભરેલી બસની બ્રેક ફેલ થતા આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માત આજે સવારે 5 વાગે સર્જાયો હતો. 

વિસ્તૃત માહિતી થોડીવારમાં....

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news