દિલ્હીમાં 15 દિવસમાં બીજો મોટો અગ્નિકાંડ, કિરાડીમાં 9 લોકો જીવતા ભૂંજાયા

દિલ્હીના કિરાડી વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી છે. જાણકારી અનુસાર કિરાડીના ઇંદર એનક્લેવમાં એક ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીના અનુસાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. 

Updated By: Dec 23, 2019, 09:31 AM IST
દિલ્હીમાં 15 દિવસમાં બીજો મોટો અગ્નિકાંડ, કિરાડીમાં 9 લોકો જીવતા ભૂંજાયા
ફોટો સાભાર: ANI

નવી દિલ્હી: દિલ્હીના કિરાડી વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી છે. જાણકારી અનુસાર કિરાડીના ઇંદર એનક્લેવમાં એક ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીના અનુસાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આગ કપડાના ગોડાઉનમાં લાગી છે. બિલ્ડીંગના નીચલા ભાગમાં બનેલા ગોડાઉનમાં રવિવારે રાત્રે ભયાનક આગ લાગી હતી. લગભગ 12 વાગે આ આગની ચપેટમાં એક ડઝનની વધુ લોકો આવી ગયા હતા. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર તેમાં 9 લોકોના મોત નિપજ્યા છે. જોકે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા તેનાથી વધુ હોઇ શકે છે. તમામ ઇજાગ્રસ્તોને સંજય ગાંધી અને નજીક એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 

ચાર માળની આ બિલ્ડિંગના નીચલા ભાગમાં ગોડાઉન છે, જ્યાં સૌથી પહેલાં આગ લાગી હતી અને એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. મૃતક લોકોમાં મકાન માલિક અને ભાડુઆતના પરિવારજનો છે. તમામ પોત-પોતાના ઘરમાં સુતા હતા. તેમાં બાળકો, વડીલો અને મહિલાઓ હતી. તેમને ભાગવાની તક મળી ન હતી. 

આ પહેલાં 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજ મંડીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પોલીસે 43 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ ટ્વિટ કરી અકસ્માતને લઇને દુખ વ્યક્ત કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube