ન તો CM, ન PM, આ 'બેબી મફલરમેન' બનશે કેજરીવાલના શપથગ્રહણમાં ખાસ મહેમાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતી સાથે સત્તામાં વાપસી થઈ છે. અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે કેજરીવાલની સાથે સાથે એક છોટે કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણી પરિણામના દિવસે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યુ હતું.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતી સાથે સત્તામાં વાપસી થઈ છે. અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે કેજરીવાલની સાથે સાથે એક છોટે કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણી પરિણામના દિવસે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. આ છોટે કેજરીવાલને હવે શપથ વિધિ માટે બોલાવવામાં આવ્યો છે. એક વર્ષના અવ્યાનને આમ આદમી તરફથી શપથ વિધિનું આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વીટર પર આ વાતની જાહેરાત પણ કરી છે. પાર્ટીના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે બિગ અનાઉન્સમેન્ટ: બેબી મફલરમેનને અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ અપાયું છે. તૈયાર થઈ જાઓ જૂનિયર. 16 ફેબ્રુઆરીના રોજ 'કેજરીવાલ જૂનિયર' ગેસ્ટ તરીકે જોવા મળશે.
કોણ છે આ બેબી મફલરમેન?
દિલ્હીના મયૂરવિહારમાં રહેતા રાહુલ તોમરના પુત્ર અવ્યાન તોમરની ઉમર એક વર્ષ છે. ચૂંટણીના પરિણામના દિવસે અવ્યાને અરવિંદ કેજરીવાલની પણ મુલાકાત કરી હતી. બિઝનેસમેન રાહુલ તોમર અને મીનાક્ષીના પુત્ર અવ્યાન તોમરને જ્યારે માતા પિતા ચૂંટણી પરિણામોના દિવસે સવારે સવારે અરવિંદ કેજરીવાલના ઘરે લઈને આવ્યાં તો કેમેરા અને જનતા આ માસૂમ પાછળ પાગલ થઈ ગયા હતાં. તોમર પરિવારના બીજા નંબરના સંતાનનો આ કેજરીવાલ અવતાર દરેકને ગમી ગયો છે.
'નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ મંત્રી બને', વિદેશમંત્રી અને ઈતિહાસકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું
રાહુલ તોમર અન્ના આંદોલન સમયથી કેજરીવાલના ફેન છે
રાહુલ તોમર અન્ના આંદોલન સમયથી કેજરીવાલના ફેન છે. 2015માં પાર્ટીને જ્યારે 67 બેઠકો પર જીત મળી તો રાહુલ અને મીનાક્ષીની પુત્રી ફેરી કેજરીવાલ સ્ટાઈલ મફલર સ્વેટર અને ટોપીમાં જોવા મળી હતી. આ વખતે ફેરીના નાના ભાઈ અવ્યાને આ ભૂમિકા ખુબ મજાથી નિભાવી છે.
જુઓ LIVE TV
કોઈ પણ બહારના નેતા કે મુખ્યમંત્રીને આમંત્રણ નથી અપાયું
નોંધનીય છે કે આ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. આમ આદમી પાર્ટી તરફથી આ શપથ ગ્રહણમાં સામેલ થવા માટે સમગ્ર દિલ્હીને આમંત્રણ અપાયુ છે. જો કે કોઈ પણ બહારના નેતા કે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે