મનપ્રીતે FHIનો વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો, બન્યો પહેલો ભારતીય

હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ છે. તે આ પુરસ્કાર મેળવનાર ભારતનો પ્રથમ ખેલાડી છે. 
 

મનપ્રીતે FHIનો વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો, બન્યો પહેલો ભારતીય

લુસાનેઃ રાષ્ટ્રીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (FIH)નો વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેના માટે 2019ની સીઝન યાદગાર રહી જ્યાં તેની આગેવાનીમાં ટીમે ઓલિમ્પિકમાં પણ જગ્યા બનાવી છે. 

મિડફીલ્ડર મનપ્રીત આ રીતે 1999માં પુરસ્કાર શરૂ થયા બાદ તેને જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. મનપ્રીતે આ પુરસ્કારની રેસમાં બેલ્જિયમના આર્થર વાન ડોરેન અને આર્જેન્ટીનાના લુકાસ વિલાને પછાડ્યા જે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં છે. 

રાષ્ટ્રીય એસોસિએશન, મીડિયા, પ્રશંસકો અને ખેલાડીઓના સંયુક્ત મતોમાંથી મનપ્રીતને 35.2 ટકા મત મળ્યા છે. વાન ડોરેનને કુલ 19.7 ટકા જ્યારે વિલાને 16.5 ટકા મત મળ્યા છે. આ પુરસ્કાર માટે બેલ્જિયમના વિક્ટર વેગનેજ અને ઓસ્ટ્રેલિયાના એરન જાલેવસ્કી અને એડી ઓકેનડેનને પણ નોમીનેટ કરવામાં આવ્યા હતા. 

લંડન 2012 અને રિયો ઓલિમ્પિક 2016માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 27 વર્ષના મનપ્રીતે 2011માં સીનિયર રાષ્ટ્રીય ટીમ માટે પર્દાપણ કર્યું હતું. તે અત્યાર સુધી ભારત તરફથી 260 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. પાછલા સત્ર વિશે મનપ્રીતે કહ્યું, 'જો તમે વર્ષમાં અમારા પ્રદર્શનને જુઓ તો અમે જે પણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો તેમાં સારૂ કર્યું. તે જૂનમાં એફઆઈએચ સિરીઝની ફાઇનલ હોય કે બેલ્જિયમમાં ટેસ્ટ સિરીઝ, જ્યાં અમે યજમાન અને સ્પેન વિરુદ્ધ રમ્યા અને તેને હરાવ્યા.' તેણે કહ્યું, 2019માં અમારૂ સૌથી મોટું લક્ષ્ય ઓલિમ્પિકમાં જગ્યા બનાવવાનું હતું. 

કોર્ટે સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો 

ભારતે બે ઓલિમ્પિકના ઓલિમ્પિક ક્વોલિફાયરમાં રૂસને 4-2 અને 7-2થી હરાવીને આ લક્ષ્ય હાંસિલ કર્યો હતો. મનપ્રીતે આ પુરસ્કારને ટીમના પોતાના સાથીઓને સમર્પિત કરતા કહ્યું કે, તેના સમર્થન વિના આ સંભવન નહોતું. 

તેણે કહ્યું, 'આ પુરસ્કાર જીતીને હું ખુબ સન્માનિત અનુભવી રહ્યો છું અને હું તેને મારી ટીમને સમર્પિત કરવા ઈચ્છુ છું. હું મારા શુભચિંતકો અને વિશ્વભરના હોકી પ્રશંસકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું જેણે મારા પક્ષમાં મતદાન કર્યું. ભારતીય હોકી માટે આટલું મોટું સમર્થન શાનદાર છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news