ગર્ભપાત કરાવવો ક્યારેય ઉચિત નથી હોતો, આ માફીને લાયક ન હોઈ શકેઃ પોપ
પોપ ફ્રાન્સિસે જણાવ્યું કે, 'આ એક ગેરકાયદેસર બાબત છે કે, એક સમસ્યાના સમાધાન માટે તમે પોતાના અંદરથી કોઈ જીવને કાઢીને ફેંકી દો.'
Trending Photos
વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસે શનિવારે જણાવ્યું કે, ગર્ભપાત કરાવવો ઉચિત નથી. આ બાબત માફીને લાયક ન હોઈ શકે. તેમણે ડોક્ટરો અને પાદરીઓને અનુરોધ કર્યો કે, તેઓ આવા ગર્ભધારણને પૂર્ણ કરવામાં પરિવારોની મદદ કરે.
ગર્ભપાત-રોધી વિષય પર વેટિકનમાં પ્રાયોજિત સમ્મેલનમાં પોપ ફ્રાન્સિસે જણાવ્યું કે, "ગર્ભપાતનો વિરોધ કોઈ ધાર્મિક મુદ્દો નથી, પરંતુ આ એક માનવીય વિષય છે. આ એક ગેરકાનુની છે. એક સમસ્યાના સમાધાન માટે તમે તમારા અંદર રહેલા કોઈ જીવને કાઢીને ફેંકી દો." તેમણે કહ્યું કે, "કોઈ સમસ્યાના સમાધાન માટે એક હત્યારાને કામ પર રાખવા જેવું છે, જે ગેરકાયદેસર છે."
પોપ ફ્રાન્સિસે જન્મ પહેલાના પરિક્ષણના આધારે ગર્ભપાતના નિર્ણયોની ટીકા કરી અને જણાવ્યું કે, એક માનવી 'જીવનનો ક્યારેય પરસ્પર વિરોધી' ન હોઈ શકે. ગર્ભમાં ઉછરી રહેલા તે અજન્મેલા શિશુ કે જેની નિયતીમાં જન્માના સમય કે તેના તુરંત બાદ મૃત્યુ લખું હોય તેને પણ ગર્ભમાં ઉછરવા દરમિયાન તબીબી દેખરેખની જરૂર છે.
તેમણે જણાવ્યું કે, માતા-પિતાના સહયોગ અને સમર્થનની જરૂર છે, જેથી તેઓ જૂદા-જૂદા કે ડરી ગયા હોવાનો અનુભવ ન કરે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે